Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જુનાગઢ રેલવે ફાટક મુકત બનશે

મેયર ધીરૂભાઇ ગોહેલ તથા મ્યુ.કમિશ્નર તુષાર સુમેરા દ્વારા વિવિધ પ્રશ્ને રેલમંત્રી પિયુષ ગોયેલને રજુઆત

જુનાગઢ તા. ૧૩ : જુનાગઢ શહેરીજનોની ખુબજ મોટી સમસ્યા એટલે શહેરની મધ્યમાં આવેલ રેલવે ટ્રેક તથા ૭ ફાટકો જે ફાટકો અવાર નવાર બંધ હોવાના કારણે શહેરીજનોને ખુબ જ મુશ્કેલી પડતી હોય જે અન્વયે જુનાગઢ શહેરના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ એવા ગુજરાત રાજયના મમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રેલવે મત્રાલય, દિલ્હી ખાતે કરેલ દરખાસ્તના સંદર્ભે શહેરના પદાધિકારીશ્રીઓ તથા મ્યુનિ. કમિશ્નર દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલને મળી ચાલુ સંસદ સત્રમાં જુનાગઢ શહેરના વિકાસ માટેની રજુઆત લઇને આવેલ પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ માટ સમય ફાળવેલ જુનાગઢ શહેરના રેલવે ફાટકની સમસ્યા તેમજ મીટર ગેજ રેલવે લાઇન જુનાગઢથી દેલવાડા જતી ટ્રેનનું રેલવે સ્ટેશન ગ્રોફેડ વિસ્તાર પાસે લઇ જવા માટે સાંસદ રાજેશભાઇ ચુડાસમા મેયર ધીરૂભાઇ ગોહેલ તથા મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા ધારદાર રજુઆત કરતા કેન્દ્ર રેલવે મંત્રી પિયુષ ગોયેલ દ્વારા હકારાત્મક અભિગમ આપેલ તેમજ આ બાબતે સબંધીત રેલવેના અધિકારીઓને સમસ્યાનું તાત્કાલીક નિવારણ લાવવા સુચના આપેલ તેમજ આ બાબતેનો રીપોર્ટ વહેલાસર રજુ કરવા તેમજ રેલવે વિભાગને જણાવેલ છે.

(1:13 pm IST)