Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મોરબી જીલ્લાના આઠ પોલીસ કર્મચારીઓની આંતરીક બદલી

મોરબી તા.૧૩: મોરબી જીલ્લામાં ફરજ બજાવતા આઠ પોલીસ કર્મચારઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં મોરબી બી ડીવીઝનના પરેશભાઇ પરમારસ, એ ડીવીઝનમાં ફરજ બજાવતા રસિકકુમાર કડીવાર, રમેશભાઇ રબારી અને મોરબી તાલુકામાં ફરજ બજાવતા સતીષકુમાર ગરચર એમ ચાર કર્મચારીની પલીસ હેડ કવાર્ટર (પ્રતિ ની. sog) ખાતે બદલી કરવામાં આવી છે.

જયારે મોરબી એસઓજી શાખામાં ફરજ બજાવતા અનિલકુમાર ભટ્ટ, પ્રવીણ સંગ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજા  એમ ચાર કર્મચારીની પોલીસ હેડ કવાર્ટરમાં બદલી કરાઇ છે

(1:11 pm IST)