Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મોરબી બાર એસો.ની ચુંટણીના પ્રમુખપદ માટે ૩ ઉમેદવાદો વચ્ચે જંગઃ ઉપપ્રમુખ માટે ૬ ફોર્મ ભરાયા

મોરબી,તા.૧૩:  બાર એસોની ચુંટણી તા. ૨૧ ના રોજ યોજાનાર હોય જે ચુંટણીના જંગમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે તેમજ ઉપપ્રમુખની ચુંટણી માટે કુલ છ ફોર્મ ભરાયા છે

મોરબી બાર એસોની ચુંટણીમાં પ્રમુખપદ માટે દિલીપભાઈ અગેચણીયા, તેજસકુમાર દોશી અને જીતેન્દ્રસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે જયારે ઉપપ્રમુખ માટે ભુપેન્દ્રસિંહ જાડેજા, બલદેવ કાચરોલા, ચિરાગ કણઝારીયા, શબાનાબેન ખોખર, નિશીથ પંડ્યા અને અશોક સરડવાએ ઉમેદવારી નોંધાવી છે

તે ઉપરાંત સેક્રેટરી માટે મહીધર દવે, ભાવેશ ફૂલતરિયા, પ્રાણલાલ માનસેતા અને વિજય શેરશિયા જયારે જોઈન્ટ સેક્રેટરી માટે મુનીર દ્યોણીયા, રવિ કારિયા, ખુશ્બુ કોઠારી અને અલ્પેશ પારેખે જયારે એકઝીકયુટીવ મેમ્બર માટે ઉદયસિંહ જાડેજા, કલ્પેશ સાંખેસરિયા, જયંતીલાલ સેવારા, ધવલકુમાર શેરશીયા અને વેજંતી વાદ્યેલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

(1:10 pm IST)