Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

નરસિંહમહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વકતૃત્વ સ્પર્ધા

જુનાગઢ: ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમીતે ''૨૧મી સદીમાં માનવ અધિકારો સામેના પડકારો'' વિષયે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ઇલોકયુશન કોમ્પીટીશન (વકતૃત્વ સ્પર્ધા) યોજવામાં આવી હતી, જેમાં સોશ્યોલોજી, લાઇફસાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, હિસ્ટ્રી તથા ઇંગ્લીશ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધાના અંતે સમાજરાસ્ત્ર વિભાગની વિદ્યાર્થીનીઓ કાથડ પ્રભા અને હૂણ ફોરમ અનુક્રમે પ્રથમ અનેદ્વિતીયક્રમે વિજેતા થયા હતાં. કૃતિય ક્રમે કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીની મકવાણા રીના વિજેતા બની હતી. વિજેતાઓની  ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આકર્ષક ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો (ડો) ચેતનભાઇ ત્રિવેદી, જુનાગઢના ડિસ્ટ્રીકટ હેડ પી.એમ. અટોદરીયા, અન્ય નિર્ણાયક તરીકે પોલીસ ટ્રેનીંગ સેન્ટર, ચોકીના કાયદા વિષયના લેકચરર મુકેશભાઇ ઉપાધ્યાય રહયા હતાં. ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, જુનાગઢના સુપ્રિન્ટેન્ડન્ડ હાર્દિકભાઇ પુરોહીત પણ હાજર રહયા હતાં. સ્વાગત પ્રવચન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. જયસિંહ ઝાલાએ કર્યુ હતું, તથા આભારવિધી ડો. ઋષિરાજ ઉપાધ્યાયે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતાપુર્વક સંચાલન ડો. પરાગ દેવાણીએ કર્યુ હતું.

(1:10 pm IST)