Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કેશોદ બાયપાસ પાસેથી ફિલ્મી ઢબે ઇકો ગાડીને ૮૧૦ લીટર દારૂ સાથે જુનાગઢ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી

જુનાગઢ તા.૧૩: જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂની બદીને નાબૂદ કરવા સુચનાને લઇ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના નવનિયુકત પોલીસ ઇન્સપેકટર આર.સી.કાનમિયા તથા પો.સબ.ઇન્સ. આર.કે.ગોહિલ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ તથા પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ ફરી ખાનગીરાહે ચોક્કસ બાતમી મળેલ કે.અગતરાય તરફથી એક ફોરવ્હિલ ઇકો કાર ગ્રે કલરની રજી નં.જીજે-૦૯ એજી-૪૬૫૩ની માંગરોળ બાયપાસ તરફ દેશી દારૂ ભરી ઇકો ગાડી આવે છે.

માંગરોળ બાયપાસ ચોકડી પાસે અલગ-અલગ વોચમાં રહેતા ઉપરોકત હકિકત વાળી ઇકો કાર આવતાં તેને રોકવાનો ઇસારો કરતાં ઇકો ચાલકે પુરપાટ ઝડપે ચલાવી નાશવા લાગેલ જેનો પીછો કરી થોડે દુર તુવેરના ખેતરોમાં ગાડી છોડી નાશી છુટેલ.

સદર ઇકો ગાડીમાં જોતાં ગાડીની વચ્ચેની શીટમાં તથા પાછળ ડેકીમાં પ્લાસ્ટીકના બાંચકા ભરેલ મળી આવેલ. જે બાંચકામમાં જોતાં દેશી પીવાનો દારૂ લીટર-૮૧૦ કિ.રૂ.૧૬,૨૦૦ તથા ઇકો ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦નો કબ્જે કરી કેશોદ પો.સ્ટે. પ્રોહીબીશનધારા હેઠળ ગુન્હો રજી.કરાવેલ. અને (૧)દેશી પીવાનો દારૂ લીટર-૮૧૦ કિ.રૂ.૧૬,૨૦૦ (૨)ઇકો ગાડી રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૧,૧૬,૨૦૦ મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ.ના પો.સબ ઇન્સ.આર.કે.ગોહીલ, પો.હે.કો.બી.કે.સોનારા, તથા ડીરેકશન સ્કવોડના ડાયાભાઇ કાનાભાઇ તથા શ્રી પો.અધિ.સા જુનાગઢના પ્રોહી,જુગાર સ્કોડના ધર્મેશભાઇ સુરસીભાઇ વિગેરે પોલીસ સ્ટાફે કામગીરી કરેલ હતી

(1:09 pm IST)