Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જામનગરમાં વિચિત્ર અકસ્માત : કાર ચાલકે એકટીવા અને ર કારને હડફેટે લીધી : એકટીવા ચાલકને ઇજા

જામનગર : આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. શહેરના ટાઉનહોલ પાસે આવેલ ગોલાઇ ઉપર પુરપાટ ઝડપે આવતી અર્ટિગા કાર એકિટવા અને બે કારને હડફેટે લીધી હતી. અટીકા ગાડીની ઝડપને કારણે પાર્ક કરેલી વેગનાર અને અલ્ટોકાર પણ આ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં જીજે-૧૦સીઇ-૦પ૩૧ નંબરની એકિટવા ટુ વ્હીલર પુરપાટ ઝડપે આવતી જીજે-૧૦-ડીએ-રપ૦ર નંબરની અર્ટિગા મોટર કારે ઠોકર મારતા એકટીવાને બુકડો બોલી ગયો હતો અને એકટીવામાં રહેલા વાહન ચાલકેન ગંભીર ઇજાઓ પણ થઇ હતી. અકસ્માતને પગલે લોકોના ટોળા પણ એકત્રિત થઇ ગયા હતા. (અહેવાલ : તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:06 pm IST)