Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

વિંછીયા ગ્રાહક સુરક્ષા મંડળનો પત્રઃગીર સોમનાથ પોલિસ દ્વારા પ્રવાસીઓને ખોટી રીતે પરેશાન કરતા હોવાની રજુઆત

જસદણ,તા.૧૩: રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ વિંછીયા તાલુકા પ્રમુખ કેરાળિયા ભુપતભાઇ સુંદરભાઈએ કરેલી રજુઆત મુજબ તેઓ માલિકીની ઇનોવા ગાડી નંબર જીજે ૩ કેપી ૯૭૫૫ માં તા.૯-૧૨ને સોમવાર સાંજે૭-૩૦ કલાકે ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામથી બહાર નીકળતા ખાંભા રોડ ઉપરથી પસાર થાય હતા ત્યારે ગીર ગઢડાઙ્ગ પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ. સાથે બે પોલિસ યુનિફોર્મમાં અને બે  બિન યુનિફોર્મમાં અને એક હોમગાર્ડ રોડ ઉપર ઉભા હતા. હોમગાર્ડ રોડ ઉપર ગાડીઓ રોકાવીને પી.એસ.આઈની ગાડી પાસે મોકલીને પ્રવાસીઓની ગાડીઓ ના ડ્રાઈવર પાસે લાંચની માંગણી કરવામાં આવતી હતી.

હોમગાર્ડ અને બિન યુનિફોર્મ વ્યકિતઓ રોડ ઉપર કયાં નિયમોને આધીન ગાડી રોકી શકેઙ્ગ છેઙ્ગ ? જવાબ આપવાના બદલે મહિલા પી.એસ.આઈ. અમારા ડ્રાઈવરનું લાઇસન્સઙ્ગ લઈને રજીસ્ટર બુકમાં નોંધ કરીને અમોને જવા દીધેલ તે સમયે દશ મિનિટમાં દશ થી પંદર વાહનોના ડ્રાઈવેરો પાસેથી લાંચ લઈને ફોર વહીલરોને જવા દીધેલ તે વાહનોના ડ્રાઇવરની રજીસ્ટરમાં કોઈપણ પ્રકારની નોંધ કરેલ નથી રોડ ઉપર વાહનો ચેકીંગ માટે ઊભા રહેલ હોય પરંતુ ઊભા રાખેલ ફોર વહીલર વાહનોમાં ડેકી ખોલીને કોઈપણ પ્રકારનું ચેકીંગ કરેલ નથી. બસ આવા અધિકારીઓ લાંચ લેવા માટે જ રોડ ઉપર ઊભા રહે છે. દીવથી પ્રવાસીઓની ગાડીઓ આવતી હોય તે ગાડીઓમાં કેફી દ્રવ્ય ચેક કરવા માટે ગાડીની ડેકીઓ ખોલીને ચેક કરવામાંઙ્ગ આવે તો જ પોલિસીની કામગિરી સરાહનીય ગણાય પરંતુ ગીર ગઢડાના મહિલા પી.એસ.આઈ અને તેની સાથેના સ્ટાફને ગાડી ચેક કરવાના બદલે ડ્રાઈવરને ધમકાવીને લાંચ લેવામાં જ પાવરધા છે. આવા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરીને ખોટી રીતે હેરાન થતા પ્રવાસીઓને ન્યાય આપવા રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ વિંછીયા તાલુકા પ્રમુખ ભુપતભાઇ સુંદરભાઈ કેરાળિયાએ અંતમાં રજુઆત કરી છે.

(12:02 pm IST)