Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જૂનાગઢમાં કોમ્પ્યુટરના તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર અર્પણ કરાયા

જૂનાગઢ,તા.૧૩:એસ.બી.આઇ આર.સે.ટી. ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમભવન સમીપ ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં  કોમ્પ્યુટર એકાઉન્ટીંગનો ૩૦ દિવસીય નિવાસી તાલીમ સંપન્ન થતાં તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી જાડેજાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ગ્રામવીકાસ તાલીમ સંસ્થા એટલે કે આર.સે.ટી.માં તાલીમ દરમ્યાન સરકારશ્રી તરફથી રહેવા તથા જમવા વિનામુલ્યે સગવડ પુરી પાડવામાં આવે છે. આ તાલીમ સંસ્થામાં મશીન, લેપટોપ, કોમ્પ્યુટર કેમ ઓપરેટઙ્ગ કરવુ તથા ઓનલાઇન ટ્રાજેકશન વિવિધ વિમા યોજનાઙ્ગ તથા અન્ય હુન્નર લક્ષી તાલીમ કાર્યક્રમ દ્વારા વિવિધ સરકારી સ્કીમ તથા યોજના વિશે તાલીમાર્થીઓને રોજગાર લક્ષી તાલીબધ્ધ કરવામાં આવી રહ્યા છે.

આ તકે તાલીમ મેળવેલ બહેનોને સંબોધતા જણાવ્યુ કે શિક્ષીત યુવા વર્ગની મુખ્ય સમસ્યા બેરોજગારી છે. યુવા શકિતને જો ઉચિત પ્રેરણા આપીને યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવે તેમનામાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકાય. આપના દેશનો આર્થિક વિકાસ ત્યારે સંભવ બનશે જો આ વર્ગને રોજગારી પ્રાપ્ત થશે.

આ તકે તાલીમ સંસ્થાનાં નિયામક શ્રી ચંદ્રપાલ, બેંક ઓફ બરોડાનાં રીજીયોનલ મેનેજર શ્રી જે.બી.રોહડા ઉપસ્થિત રહયા હતા.  કાર્યક્રમનું સંચાલન દર્શન સુત્રેજા અને આભાર દર્શન અજીતભાઇએ કર્યુ હતુ. આ તકે મીશન મંગલમ સંસ્થાનાં છાંયાબેન ટાંક, લીડબેકનાં શ્રી વાદ્યવાણી, શ્રીઅર્જુનભાઇ કારેથા સહિત અધીકારીઅ ઉપસ્થિત રહ્યા હતા.

(12:02 pm IST)