Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરીની આસપાસ ઉપવાસ-ધરણા સુત્રોચ્ચાર કરવા પ્રતિબંધ

બોટ માલિકોએ બોટ ગુમ થવાની જાણ સરકારી એજન્સીએ કરવી પડશે

જૂનાગઢ,તા.૧૩: પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજયામાં આવતા વિસ્તારમાં કોઈએ ઉપવાસ ધરણાં પર બેસવું નહીં જાહેર સુલેહ શાંતિ જોખમાય તે રીતે સૂત્રોચ્ચાર કરવા નહીં કોઈ પણ વ્યકિતએ લાઠી અગર ઈજા થાય તેવાં હથિયાર સાથે પ્રવેશ કરવો નહીં કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો રાખવાની નહીં, ચાર કે તેથી વધુ માણસો એ ભેગા થવું નહીં કે અતિક્રમણ કરવું નહીં સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી કચરો કરવો નહીં તે મતલબનું મનાઇ ફરમાવતું એક જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડી.કે.બારીઆએ તેમને મળેલી સત્ત્।ાની રૂએ જાહેરનામું પ્રસિદ્ઘ કરેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.બોટ માલિકોએ બોટ ગુમ થવાની જાણ કરવી પડશે

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લામાં આવેલ વહાણ/બોટ માલીકે જયારે પોતાનું વહાણ/બોટ વાતાવરણીય કારણસર /સાંચીયાઓ દ્વારા અપહરણ થવાનાં કારણસર કે અન્ય કોઇપણ કારણોસર વહાણ/બોટ ગુમ થાય કે વહાણ/બોટ સાથેનો તેના માલીકનો સંપર્ક નિશ્વીત સમયગાળા બાદ ના થતો હોય તો તે બાબતોની જાણ સંબંધિત તમામ સરકારી એજન્સીને ફરજીયાત કરવા જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.કે.બારીઆએ મળેલ સત્ત્।ાની રૂએ આદેશ ફરમાવેલ છે. આદેશ મુજબ વહાણ બોટ માલીકોએ સાત કોલમમાં વિગતો રજુ કરવી ફરજીયાત છે. જેમાં પ્રથમ ક્રમ, બીજા કોલમમાં વહાણ બોટનું નામ તથા નંબર, ત્રીજા કોલમમાં વહાણ બોટ માલીકનું નામ તથા સરનામુ તથા સંપર્ક નંબર,ચોથા કોલમમાં વહાણ/બોટમાં રવાના થયેલ ટંડલ ખલાસીઓનાં નામ તથા સરનામાની વિગતો, પાંચમાં કોલમમાં વહાણ/બોટ રવાનાં થયાની તારીખ સમય અને સ્થળ, છઠ્ઠા કોલમમાં વહાણ/બોટ પરત આવવાની સંભવીત તારીખ, સાતમાં કોલમમાં અન્ય જરૂરી વિગતો સાથે  સરકારી તંત્ર અને સંબંધિત એજન્સીને જાણકારી આપવી ફરજીયાત છે. હુકમ તાત્કાલિક અસરથી  ૬૦ દિવસ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ ભારતીય દંડ સંહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

(12:01 pm IST)