Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જસદણમાં ૩પ લાખના સીમેન્ટનો જથ્થો ચાંઉ કરી જનાર અરવિંદ ધાંધલ સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૧૩: જસદણમાં બે સીમેન્ટ કંપનીના ૩પ લાખનો સીમેન્ટનો જથ્થો બારોબાર ચાંઉ કરી જનાર કાઠી શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ રહેતા અને સીમેન્ટ કંપનીમાં નોકરી કરતા વંદનકુમાર  રમેશચંદ્ર દલવાડીએ જસદણ પોલીસ મથકમાં અરવિંદ નરેન્દ્રભાઇ ધાંધલ (રહે. ગઢડીયા રોડ, મણીનગર-જસદણ) જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી ફરીયાદીની સૌરાષ્ટ્ર સીમેન્ટ લી.કંપની તથા ગુજરાત સીધ્ધી સીમેન્ટ લી.કંપનીનો અધિકૃત કલીયરીંગ એન્ડ ફોરવર્ડીગ હેન્ડલીંગ કમ સેકેન્ડ્રી ટ્રાન્સપોર્ટ તરીકે જસદણ ડેપો ખાતે નિમણુંક પામેલ હોય અને તે દરમિયાન સૌરાષ્ટ્ર સીમેન્ટ લી.ની ૭૭૩૯ સીમેન્ટની બોરી કિંંમત ર૭ લાખ તથા ગુજરાતસીધ્ધી સીમેન્ટ લી.ની ર૪ર૦ સીમેન્ટનો બોરી કિંમત ૮.૪૭ લાખ મળી કુલ ૩પ.પપ લાખના સીમેન્ટનો જથ્થો બારોબાર ચાંઉ કરી જઇ કંપની સાથે વિશ્વાસઘાત તથા ઉચાપત કરી હતી.

આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે  આઇપીસી ૪૦૯, ૪ર૦ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)