Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ગોંડલનાં મોવિયામાં પુત્રવધુને સસરાએ બીજા લગ્ન કરાવીને સાસરે વળાવી

 મોવિયા તા. ૧૩ :.. ગોંડલના મોવિયા ગામે રહેતા ચંદુભાઇ  દેવજીભાઇ કાલરીયા તેમજ રસિલાબેન ચંદુભાઇ કાલરીયાના યુવાન પુત્ર અમીતનું દુઃખદ અવસાન થતાં પુત્રવધુ આરતીબેનને દિકરી તરીકે અપનાવી તેમના લગ્ન ગોઠવી સમાજના સુપાત્ર યુવાન સાથે વેવિશાળ નકકી કરી આજરોજ મોવિયાના કડવા પાટીદાર સમાજ ખાતેથી લગ્ન બાદ અશ્રુભિની આંખે વિદાય આપવામાં  આવી હતી. ત્યારે વાતાવરણ ભારે લાગતું હતું અને દીકરીની વસમી વિદાય જોઇને સૌની આંખો નમ બની હતી. આ સાથે ચંદુભાઇ તથા રસિલાબેન પુત્રવધુના માવતર બની આરતીબેનને વિદાય આપી સમાજને પ્રેરણારૂપ ઉત્કૃષ્ટ ઉદાહરણ પહોંચાડી સારું પગલુ ભરવા બદલ ગ્રામજનો, આગેવાનો એ બિરદાવેલ હતાં.

(11:56 am IST)