Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મંગળવારે પંડિત સુખલાલજી લોક વિદ્યાલય માઇધાર - ભાવનગરમાં પૂ.મોરારીબાપુના હસ્તે લોકાર્પણ સમારંભ

ઇશ્વરીયા તા.૧૩ : પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઇધાર ખાતે વિવિધ ઉપક્રમોનું શ્રી મોરારીબાપુના હસ્તે આશીર્વચન સાથે લોકાર્પણ મંગળવારે થશે. અહી દાતાઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમ યોજાશે જેની તૈયારીઓ ચાલી રહી છે.

શ્રી મનુભાઇ પંચોલી દર્શકના અવૈધિક કેળવણીના મૌલિક પ્રયોગને મુર્તસ્વરૂપ આપનાર અનિલભાઇ ભટ્ટની તપોભૂમિ એટલે માઇધાર સ્થિત પંડીત સુખલાલજી લોકવિદ્યાલય જયાં માતૃશ્રી કાશીબા હરિભાઇ ગોટી સંસ્થા દ્વારા નિર્મિત ૭૦ માં કન્યા છાત્રાલય, શ્રી હિરાલાલ ભગવતી સંસ્થા દ્વારા પ્રારંભાયેલ આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર અને પીડીલાઇટ ઉદ્યોગગૃહ દ્વારા નિર્માણ પામેલ ત્રિવેણી ભવનના લોકાર્પણનો કાર્યક્રમ મંગળવાર તા.૧૭ના બપોરે ૩ કલાકે યોજાશે. માઇધાર ખાતે આ વિવિધ ઉપક્રમોનું શ્રી મોરારીબાપુના હસ્તે આશીર્વચન સાથે લોકાર્પણ થશે. અહી દાતાઓ અને અગ્રણીઓની ઉપસ્થિતી સાથે આ કાર્યક્રમ યોજાશે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થા સણોસરા સંચાલીત પંડીત સુખલાલજી લોકવિદ્યાલયમાં શ્રી બાબુભાઇ સવાણી, ઘનશ્યામભાઇ ખમળ, પ્રકાશભાઇ ભગવતી તથા મધુકરભાઇ પારેખ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે કેશુભાઇ ગોટી, રમેશભાઇ મેંદપરા, મુળજીભાઇ વઘાસીયા તથા મહોબતસંગ ચાવડા આમંત્રીત મહેમાનો તરીકે ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજન સંકલનમાં સંસ્થાના વડા શ્રી અરૂણભાઇ દવે સાથે રઘુવીર ચૌધરી અને નિયામક હસમુખ દેવમુરારી અને કાર્યકર્તાઓ રહ્યા છે. આ કાર્યક્રમની ઉત્સાહ સાથે તૈયારીઓ ચાલી રહી છે.

(11:54 am IST)