Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ભાવનગરમાં માતૃ વંદના સપ્તાહ અંર્તગત જિલ્લામાં ૭૭૨ સગર્ભા બહેનોની નોંધણી કરાઈ

ભાવનગર તા.૧૩:મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. હાલમાં 'પ્રધાનમંત્રી માતૃ વંદના' યોજનાના હેઠળ 'માતૃ વંદના સપ્તાહ' કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા પ્રથમ વખત સગર્ભા થયેલી બહેનો કે જેઓ 'પ્રધાનમંત્રી માતૃ વંદના' યોજનાના લાભથી વંચિત રહી ગઇ હોય તેઓના ફોર્મ ભરાવી નોંધણી કરાવી યોજના હેઠળ આવરી લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ યોજના હેઠળ ત્રણ તબક્કામાં કુલ પાંચ હજાર રૂપિયાની સહાય સગર્ભા બહેનોને આપવામાં આવે છે.

આ અંગે રેલી યોજી યોજના વિશે ગ્રામજનોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં સગર્ભા બહેનોને માટે ઉપરી આહાર તથા સગર્ભા બહેનો ૬ મહિના પુરા કરી ૭મા મહિનામાં પ્રવેશ કરે, ત્યારે લેવામાં આવતા આહાર, દેખભાળ વગેરે વિશે સમજણ કેળવવામાં આવી હતી.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના PMMVY અંતર્ગત (સ્વષ્થ રાષ્ટ્ર નિર્માણ તરફ- 'સુપોષિત જનની વિકસીત ધરીની') ની થીમ લઈ સમગ્ર દેશમાં માતૃ વંદના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સપ્તાહની ઉજવણી કરવા જણાવેલ છે.'માતૃ વંદના સપ્તાહ' ઉજવણી અંતર્ગત ૭૭૨ સગર્ભા બહેનો (લાભાર્થી)ની નોંધણી કરવામાં આવી છે.

(11:54 am IST)