Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

દામનગરઃ અમરેલી જીલ્લાના રસ્તાનાં કામનું નાની બાળાના હસ્તે ખાતમુહૂર્ત

દામનગર- સાવરકુંડલા- બાબરાઃ લાઠી તાલુકાના પીપળવા - દેરડી માર્ગનું ખાતમુહૂર્ત કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની અથાગ મહેનતના કારણે અહીં રાજય સરકાર દ્વારા આ ૬ કિલોમીટરનો માર્ગ ૭૨ લાખના ખર્ચે મંજુર કરાવ્યો છે ત્યારે ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર વિધાનસભામાં સત્ર શરૂ હોય અને વ્યસ્તતાના કારણે નાની બાળાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા પંચાયતના સભ્ય હેતલબેન વાળા,જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જીતુભાઇ વાળા,ઝવેરભાઈ રંદ્યોળીયા,આંબાભાઈ કાકડીયા સહિતના સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  પીપળવા દેરડી માર્ગ રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડને જોડતો અને અતિ મહત્વનો રોડ છે ત્યારે અહીં પોણા કરોડના ખર્ચે ડામરથી પેવર કરવાની કામગીરીનો શુભારંભ ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

(11:54 am IST)