Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જલદ આંદોલનો રૂપાણીને ફરી રાજકોટ મોકલી દેવા મજબૂર કરશે : ઉપલેટા તા. પં. પ્રમુખ ડાંગર

ઉપલેટા, તા. ૧૩ :  જીલ્લાના કોંગ્રેસના આગેવાન અને ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગરે એક નિવેદનમાં જણાવેલ છે કે તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી ગુજરાતની ભાજપ સરકાર સામે ઠેર-ઠેર જુદી-જુદી બાબતે અન્યાયો સામે આંદોલનો ચાલી રહ્યા છે સવારે અખબાર ખોલોને એક નવું કૌભાંડ બહાર આવે આકરા દંડ વાળો ટ્રાફીકના હેલ્મેટ અંગેનો નિર્ણય મોકુફ રાખવાની સરકારને ફરજ પડી છે આમ તમામ બાબતે સરકાર પાછી પડતી જાય છે.

આંદોલનો અંગે જણાવેલ છે કે એસટી સહિતના નિગમોના કર્મચારીઓ પગાર સહિતની પડતર માંગણી સામે આંદોલનો કરી રહ્યા છે તેમજ બિનસચિવાલયની પરીક્ષામાં થયેલ ગેરરીતિ સામે વિદ્યાર્થીઓ સંગઠીત ઠેઠ ગાંધીનગર જઇ આંદોલન કરી રહ્યા છે તેમજ અતિવૃષ્ટિ અને માવઠાના વરસાદથી ખેતીનો પાક નિષ્ફળ જતા પાકવિમા પ્રશ્ને જુદા જુદા ખેડૂત સંગઠનો આંદોલનો ચલાવી રહ્યા છે. રાજય સરકારના તલાટીઓ પડતર પ્રશ્ને આંદોલનો ચલાવી રહ્યા છે ઉપરાઉપરી છેડતી બળાત્કારના બનાવોથી સરકાર સામે લોકોમાં રોષ ઉભો થયો છે અતિ ભારે વરસાદથી રાજયના શહેર અને ગામડાના રસ્તાઓ સાવ તૂટી ફૂટી ગયા છે. આવા નબળા રસ્તામાં ભ્રષ્ટાચારની બુ આવે છે ખાનગી શાળાની ઉચી ફી સામે વાલીઓ આંદોલનો અને રજુઆતો કરી થાકયા કોઇ પરીણામ આવ્યું નથી શિક્ષણનો વ્યાપ વધે તે માટે જે તે રાજયોમાં સરકારનવી નવી શાળા ખોલે છે તેને બદલે ગુજરાતની સરકારી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે જે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવાનું કૃત્ય કહી શકાય આમ તમામ ક્ષેત્રે વર્તમાન ભાજપ સરકાર નિષ્ફળ ગઇ છે.

વધુમાં તેમણે જણાવેલ છે કે ટોલપ્લાઝા પ્રશ્ને સ્થાનીકો આંદોલનો કરી રહ્યા છે મંદીએ ભરડો લીધો બેરોજગારીના સવાલો છે વેપાર ધંધા ઉદ્યોગ પડી ભાંગ્યા છે ત્યારે સરકારના પેટનું પાણી હલતુ નથી પ્રશ્નો હલ કરવાને બદલે વડાપ્રધાન રેડીયો ઉપર મન કી બાત અને હવામાં ઉડા ઉડ કરે છે જો અત્યારે ચૂંટણી થાય તો વર્તમાન ભાજપ સરકારનો મૃત્યુ ઘંટ વગાડી દયે તેવું ગુજરાત અને દેશભરમાં વાતાવરણ છે ગુજરાતમાં આવુ઼ જ વાતાવરણ રહ્યુ઼ તો ચકચારી ઉનાકાંડ બાદ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનની જેમ કદાચ ભાજપના મૌવડી મંડળને રૂપાણીને ફરીથી રાજકોટમાં મોકલી આપવા મજબુર થવું પડે તો નવાઇ નહીં, તેવું અંતમાં જણાવેલ છે.

(11:53 am IST)