Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ઓખામાં વોલીબોલ રમતવીરોને વોલીબોલ કીટનું વિતરણ

ઓખામાં યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે તે માટે બારેમાસ ઓખા ગાંધીબાગ ખાતે રાત્રીય પ્રકાશ વોલીબોલ ટુર્ના. રમાડવામાં આવે છે. જેમાં ઓખા વિસ્તારની અલગ અલગ યુવા ટીમો ભાગ લે છે. સ્વામી વિવેકાનંદ યુવક મંડળ તથા ગુજરાત રાજય યુવક મંડળ દ્વારા અહી રમતી ચેમ્પીયન ટીમોને વોલીબોલ બે કીટનુ વિતરણ ઓખા ન.પા. પ્રમુખ ચેતનભા માણેકના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે ઓખા ન.પા.ના પુર્વ પ્રમુખ મુકેશભાઇ પાંજરી, પાલીકા સદસ્ય આરભાઇ ગાંધી, ઓખા શહેર યુવા મહાંમત્રી વિશાલ પીઠીયા ખાસ હાજર રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : ભરત બારાઇ)

(11:52 am IST)