Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ગોંડલમાં અકસ્માત બાદ કુલદિપ સોલંકીને સુનિલ મકવાણાએ હાથ અને વાંસામાં છરીના ઘા ઝીંકયા

બાઇક સાથે એકટીવા અથડાતાં ડખ્ખોઃ ઘાયલને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૩: ગોંડલના ભગવતપરા શેરી નં. ૨૫/૧૬ના ખુણે રહેતાં કુલદિપ અશ્વિનભાઇ સોલંકી (ઉ.વ.૨૪) નામના વણકર યુવાનને રાત્રે નવેક વાગ્યે ગોંડલ સિવિલ હોસ્પિટલ પાસે હતો ત્યારે સુનિલ કાંતિભાઇ મકવાણા નામના યુવાને ઝઘડો કરી છરીથી હુમલો કરી હાથમાં ત્રણ ઘા તથા વાંસામાં એક ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ થઇ જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ગોંડલ પોલીસને જાણ કરી હતી. કુલદિપના કહેવા મુજબ તે કલર કામ કરી ગુજરાન ચલાવે છે. રાતે નવેક વાગ્યે પોતે બાઇક હંકારીને જતો હતો ત્યારે સામેથી સુનિલ એકટીવા લઇને આવતાં તેનું એકટીવા બાઇક સાથે અથડાયું હતું. તેને ધ્યાન રાખવાનું કહેતાં ઉશ્કેરાઇ ગયો હતો અને છરીથી હુમલો કરી ભાગી ગયો હતો. તેની સાથે અન્ય એક શખ્સ પણ હોવાનું કુલદિપે જણાવતાં ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:45 am IST)