Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સતત પાંચમા દિવસે મહેસૂલ હડતાલ યથાવતઃ ધરણા દેખાવોઃ કર્મચારીઓ મક્કમઃ સરકાર લડાયક મૂડમાં

તમામ કચેરીમાં કામકાજ ઠપ્પ : હજારો લોકોના દાખલા-કામકાજ અટકયાઃ રેશનકાર્ડ-ફાઇલોના ઢગલા : આજે બપોર બાદ મંત્રણા થાય તેવી શકયતા...

રાજકોટ, તા. ૧૩ : આજે સતત પાંચમા દિવસે રાજયભરના મહેસૂલ કર્મચારીઓ હડતાલ પાડી રહ્યા હોય લોકોના કામો ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે. ગઇકાલે ગાંધીનગર ખાતે વિશાળ રેલી-આવેદન બાદ જીલ્લા મથકોએ ધરણા-દેખાવો-સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા છે. હડતાલ પણ યથાવત રહી છે.

કર્મચારીઓ પોતાની માંગણી અંગે મક્કમ છે, તો સામે સરકાર પણ લડાયક મૂડમાં હોય, તેમ મંત્રણા અંગે ગઇકાલે કોઇ સંકેત આપ્યા ન હતા, જો કે આજે બપોર બાદ મંત્રણા થાય તેવી શકયતા છે.  દરમિયાન હડતાલને કારણે મહેસૂલની તમામ કચેરીમાં કામકાજ ઠપ્પ થઇ ગયા છે. હજારો લોકોના દાખલા-૭/૧ર, ૬/અ,ના ઉતરા નકલ અને અન્ય કામકાજો અટકી પડયા છે. રેશનકાર્ડ-ફાઇલોના ઢગલા થઇ ગયા છે.

(11:41 am IST)