Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

પોરબંદર-રાણાવાવ-કુતીયાણામાં વહેલી સવારે ધોધમાર કમોસમી વરસાદ

દરિયામાં સખ્ત આંધીઃ વરસાદ બાદ વાદળો વિખેરાયાઃ વાતાવરણમાં ઠંડક પ્રસરીઃ ખંભાળા અને ફોદારા જળાશય વિસ્તારમાં છાંટા

પોરબંદર તા. ૧૩ :.. આજે વહેલી સવારે પોરબંદર - રાણાવાવ અને કુતીયાણામાં ધોધમાર કમોસમી વરસાદ વરસી ગયો હતો.

 

પોરબંદરમાં વહેલી સવારે ૪.૩૦ વાગ્યા બાદ આકાશમાં વાદળો ચઢી આવ્યા બાદ ધોધમાર કમોસમી વરસાદ વરસી ગયેલ. અને ૧૦.૮ મી. મી. વરસાદ એરપોર્ટ હવામાન કચેરીમાં નોંધાયો હતો. રાણાવાવમાં વહેલી સવારે ૪ વાગ્યે કમોસમી વરસાદ ૪ મી. મી. પડી ગયો હતો. કુતીયાણામાં વહેલી સવારે પ.૩૦ બાદ જોરદાર ઝાપટા રૂપે ૧૦ મીનીટ સુધી કમોસમી વરસાદ વરસી ગયો હતો. વરસાદ બાદ વાદળો વિખેરાય ગયેલ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. દરિયામાં સખ્ત આંધી છવાય છે. પોરબંદરના  ખંભાળા અને ફોદારા જળાશય વિસ્તારમાં છાંટા પડયા હતાં. ગુરૂતમ ઉષ્ણાતામાન ર૯.૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૧૯ સે.ગ્રે. ભેજ ૯૪ ટકા, પવનની ગતિ પ કી. મી. હવાનું દબાણ ૧૦૧૩,૩ એચ. પી.એ રહ્યું છે.

 

(11:40 am IST)