Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કચ્છમાં કરા પડ્યા-નળીયા ઉડયાઃ દ્વારકામાં ઝાપટુ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા બીજે 'દિ ઝાકળવર્ષાઃ ઠંડકમા ઘટાડા સાથે આછા વાદળા

ગોંડલઃ રાજકોટ-ગોંડલ હાઇ- વે ઉપર ભરૂડી ટોલનાકા પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ તા.૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમા પલ્ટો આવ્યો છે જેના કારણે ગઇકાલે કચ્છ, જસદણ, ગોંડલ, કાલાવડ, દ્વારકામા માવઠુ વરસ્યુ હતુ. જયારે કચ્છમા કરા સાથે તોફાની પવન ફુંકાતા નળીયા ઉડયા હતા.

સવારથી વાતાવરણમાં પલ્ટા સાથે વાદળ છાંયુ વાતાવરણ છવાઇ ગયુ હતુ અને ઝાકળવર્ષા થયા બાદ આજે પણ સતત બીજા દિવસે ઝાકળવર્ષા થઇ છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડીની અસરમાં ઘટાડો થયો છે. માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસરનો અનુભવ થઇ રહ્યો છે.

ભુજ

ભુજઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કચ્છમાં કમોસમી માવઠાની આફત બની હતી. છેલ્લા બે દિવસ થયા શિયાળામાં ઠંડી વચ્ચે વાદળછાયા વાતાવરણની સાથે રાપર, ખાવડા, માંડવી પંથકમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. માવઠાના કારણે તૈયાર પાકને નુકસાન થતાં કચ્છના ખેડૂતો ઉપર આફત સર્જાઇ છે. રાપર, ખાવડા અને માંડવી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જાણે ચોમાસુ હોય તેવા માહોલ વચ્ચે અડધાથી દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. તો ઘણી જગ્યાએ છુટાછવાયા ઝાપટા પડ્યા હતા. જોકે, ખાવડાના નાના પૈયા ગામે ભારે પવન સાથે મોટા કરા પડતાં ગામના મકાનોના નળીયા ઉડયા હતા. દિવસભર વાદળછાયું વાતાવરણ અને સાંજે તેમ જ રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાતા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.

દ્વારકા

દ્વારકાઃ દ્વારકામા કાલે સાંજે ૫:૩૦ થી ૬ દરમિયાન વરસાદી ઝાપટુ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.

જુનાગઢ

જુનાગઢઃ આજે જૂનાગઢ સહિત સોરઠમાં ઝાકળવર્ષા થતાં વાતાવરણ ઠંડુગાર થઇ ગયુ હતું.

ગઇકાલે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી રહ્યા બાદ આજે  ઠંડી બે ડિગ્રી વધીને ૧૩ ડિગ્રી થઇ હતી. ઠંડીની સાથે સવારે ઝાકળ વર્ષા પણ થતાં ટાઢોડુ છવાઇ ગયું હતું.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯૧ ટકાએ પહોંચી ગયુ હતુ. સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૩ કિમીની રહી હતી.

બીજી તરફ આજે અને આવતીકાલે જુનાગઢમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે અને ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૨૯.૫ મહતમ, ૧૯ લઘુતમ, ૮૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૬.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલો ભેજ-લઘુતમ તાપમાન

શહેર

હવામાન ભેજ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૮૮ ટકા

૧૬.૪ ડિગ્રી

ડીસા

૯૬ ટકા

૧૬.ર ડિગ્રી

વડોદરા

૮૪ ટકા

૧૬.૬ ડિગ્રી

સુરત

૯૦ ટકા

૧૭.૮ ડિગ્રી

રાજકોટ

૯૦ ટકા

૧૭.૩ ડિગ્રી

જુનાગઢ

૯૧ ટકા

૧૩.૦ ડિગ્રી

જામનગર

૮૭ ટકા

૧૯.૦ ડિગ્રી

ભાવનગર

૮૭ ટકા

૧૯.૪ ડિગ્રી

પોરબંદર

૯૪ ટકા

૧૯.૦ ડિગ્રી

વેરાવળ

૯૬ ટકા

ર૦.ર ડિગ્રી

દ્વારકા

૮૯ ટકા

ર૦.ર ડિગ્રી

ઓખા

૮૪ ટકા

ર૦.પ ડિગ્રી

ભુજ

૭૮ ટકા

૧પ.ર ડિગ્રી

નલીયા

૭પ ટકા

૧૪.ર ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૦૦ ટકા

૧૭.પ ડિગ્રી

ન્યુ કંડલા

૮૬ ટકા

૧૬.પ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૮ર ટકા

૧૬.૩ ડિગ્રી

ગાંધીનગર

૯૦ ટકા

૧૬.૪ ડિગ્રી

મહુવા

૯૦ ટકા

૧૬.૩ ડિગ્રી

દિવ

૯૧ ટકા

૧૮.૩ ડિગ્રી

વલસાડ

૮ર ટકા

૧૭.૧ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૮પ ટકા

૧૭.૮ ડિગ્રી

(11:38 am IST)