Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જામજોધપુર સી.એસ.સી. સેન્ટરના જીલ્લા મેનેજરના કહેવાથી રૂ. ર૦ હજારની લાંચ લેતા વચેટીયો ઝડપાયો

જામનગર, તા. ૧૩ : જામનગર જીલ્લાના જામજોધપુર સી.એસ.સી. સેન્ટરના જીલ્લા મેનેજર અંકિત દિનકરભાઇ શાહના કહેવાથી રૂ. ર૦ હજારની લાંચ લેનાર વચેટીયો સંદીપ મહેન્દ્રભાઇ વોરા કાલાવડમાં ઝડપાતા તેની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.  પ્રાપ્ત માહિતી મુજબ જામજોધપુરમાં ઇ-સ્ટેમ્પીંગનું કેન્દ્ર ચાલુ કરવા માંગતા સીએસીના કોમ્પ્યુટર ઓપરેટરે તેની સાથે જ કામ કરતાં જામજોધપુર સીએસસીમાં ડીસ્ટ્રીકટ મેનેજર તરીકે ફરજ બજાવતાં અંકિત દિનકરભાઇ શાહને વાત કર્યા બાદ તેમણે રૂ. ર૦ હજારની માગણી કરી હોવાની અને લાંચના નાણા કાલાવડમાં સીએસસી માં વીલેજ લેવલ ઇન્ટરપ્યોર તરીકે ફરજ બજાવતાં એ ફોટોગ્રાફી સાથે શ્રી ડીઝીટલ નામની કોમ્પ્યુટરની દુકાન ધરાવતાં સંદીપ મહેન્દ્રભાઇ વોરાને તે નાણાં આપવાનું જણાવ્યુ હોવાની ફરીયાદીએ રાજકોટ એસીબીને જાણ કરી હતી. જે બાદ એસીબી મદદનીશ નિયામક એચ. પી. દોશીના સુપર વિઝન હેઠળ ગોઠવાયેલી ટ્રેપ મુજબ એસીબી પીઆઇ એસ. એચ. આચાર્યની ટીમ કાલાવડ પહોંચી ગઇ હતી. અને સંદીપને લાંચની રકમના રૂ. ર૦ હજાર સ્વીકારતા પંચ રૂબરૂ રંગે હાથ ઝડપી લીધો હતો. જયારે જેના સામે લાંચ માંગ્યા ફરીયાદ હતી. તે આરોપી અંકિત શાહ જામજોધપુરથી ફરાર થઇ ગયો હોવાનું એસીબીની ટીમને જાણવા મળતાં તેની શોધખોળ હાથ ધરી છે.

(11:37 am IST)