Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

લોકરક્ષક દળ ભરતીમાં સૌરાષ્ટ્રના રબારી,ભરવાડ અને ચારણ સમાજને અન્યાય: મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

 

મોરબી : લોક રક્ષક દળ ભરતી ૨૦૧૮ માં સૌરાષ્ટ્રના રબારી, ભરવાડ અને ચારણ સમાજને અન્યાય કરવામાં આવ્યો હોય જે મામલે મોરબીની માલધારી સંસ્થાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે

ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ) જીલ્લા મોરબીના પ્રમુખ મનસુખભાઈ રબારીની આગેવાની હેઠળ સંસ્થા દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે લોક રક્ષક દળ ભરતી ૨૦૧૮ માં અનુસુચિત જનજાતિ કેટેગરીમાં સૌરાષ્ટ્રના રબારી, ભરવાડ, ચારણ સમાજને અન્યાય થયેલ છે સૌરાષ્ટ્રના રબારી, ચારણ, ભરવાડ અને બરડા નેસમાં વસતા માલધારીઓને અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરીને વિગતદર્શક કાર્ડ આપવામાં આવેલ છે

વિદ્યાર્થીઓને લોક રક્ષક દળની પરીક્ષામાં એસટી અનામત કેટેગરીમાં ફોર્મ ભરવામાં આવેલ ત્યારબાદ મેરીટ યાદી જાહેર થતા જેમાં રબારી ચારણ અને ભરવાડ જ્ઞાતિના ૧૦૧ ઉમેદવારોને પસંદગીમાં બાકાત રાખવામાં આવેલ છે

આ ૧૦૧ ઉમેદવારોને ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેંચ દ્વારા આપેલ ચુકાદા અન્વયે આપવામાં આવેલ વિગતદર્શક કાર્ડ આપવામાં આવેલ તે રજુ કરવામાં આવેલ હોવા છતાં તેમજ જાતી પ્રમાણપત્રોની તપાસ કરતી વિશ્લેષણ સમિતિનો આખરી અહેવાલ આવ્યા પહેલા મેરીટ યાદીમાંથી બાકાત રાખવામાં આવેલ છે આથી રબારી, ચારણ, ભરવાડ જાતિના મેરીટમાં આવતા ઉમેદવારોને અન્યાય ના થાય તે માટે યોગ્ય કરી મેરીટ પાત્રતા ધરાવતા ઉમેદવારોને પસંદગી યાદીમાં સમાવેશ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે

(1:16 am IST)