Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

મોરબીમાં વસતા શરણાર્થીઓએ આતશબાજી કરી નાગરિકતા સંશોધન બીલને આવકાર્યું

નહેરુ ગેઇટ ચોક પાસે આતશબાજી કરીને તેમજ મો મીઠા કરાવીને ઉજવણી કરાઈ

મોરબીમાં વસતા શરણાર્થીઓ દ્વારા સરકારના નાગરિકતા સંશોધન બીલને આવકારવામાં આવ્યું છે મોરબીમાં આતશબાજી કરીને તેમજ મો મીઠા કરાવીને ઉજવણી કરાઈ હતી

મોરબી પંથકમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ વસે છે અને સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બીલ લાવીને તેને લોકસભા તેમજ રાજ્યસભામાંથી મંજુર કરાવ્યું છે જે બીલ પાસ થતા શરણાર્થીઓને નાગરિકતા મેળવવામાં સરળતા રહેશે જેથી ખુશીનો માહોલ સર્જાયો છે

આ ખુશી વ્યક્ત કરવા માટે મોરબીમાં વસતા પાકિસ્તાનથી આવીને વસેલા શરણાર્થીઓ દ્વારા નહેરુ ગેઇટ ચોકમાં આતશ બાજી કરવામાં આવી હતી તેમજ મો મીઠા કરાવીને ઉજવણી કરાઈ હતી

(1:14 am IST)
  • મોડીરાત્રે રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે તલવાર ઉડી :સ્વામિનારાયણ ચોક પાસે આવેલ પાનની દુકાને તલવાર ઉંધી મુઠ સાગર નામના કોઈ શખ્શે મયૂરસિંહને મારી હોવાની વાત બહાર આવી છે,આ પછી એ તલવાર ઝૂંટવી હુમલાખોરની પાછળ દોઢ્યની અને આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાની ભારે ચર્ચા છે,લોકો એકત્ર થયાનું જાણવા મળે છે, જૂનો કોઈ કોર્પોરેટર સાથેના ડખ્ખાની પણ વાતો થઇ રહી છે access_time 11:25 pm IST

  • સુસવાટા મારતા પવન સાથે દિલ્હી-એનસીઆરમાં જોરદાર વરસાદ : નોઈડાના અનેક વિસ્તારમાં ભારે વરસાદ : રાજસ્થાનના અનેક વિસ્તારમાં પણ વરસાદ પડ્યો :સિક્કર જિલ્લામાં વીજળી ત્રાટકતા 40 વર્ષની સંગીતાદેવી અને 13 વર્ષના પુત્ર ગુરમીતના મોત :ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી :ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા : દિલ્હીમાં પાંચ ડિગ્રી સુધી ઉષ્ણતામાન ચાલ્યું જવાની સંભાવના : શ્રીનગર રાજોરી કારગિલ સહીત જમ્મુ કાશ્મીર,હિમાચલ અને લડાખના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે ભારે બરફબારીની આવતા 24 કલાકમાં રાજસ્થાનમાં મેઘગર્જના સાથે વરસાદ અને કરા પાડવાની આગાહી access_time 11:04 pm IST

  • કોંગ્રેસ દ્વારા કાલે ભારત બચાવો રેલી : લાખો કોંગી કાર્યકતાઓ દિલ્હીમાં આ રેલીમાં જોડાશે તેવા કોંગી નેતાઓનો દાવોઃ ગુજરાતથી હજારો કાર્યકર્તાઓ પાટનગર પહોંચી ગયા access_time 11:33 am IST