Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

અરવલ્લીના મેઘરજ મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂત પાસેથી રૂપિયા લેવાતા હોવાનો વીડિયો વાયરલ

ખેડૂતો પાસેથી દર બોરી દીઠ 3 રૂપિયા મજૂરીના લેવાય છે

અરવલ્લીના મેઘરજ મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂત પાસેથી રૂપિયા લેવાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ખેડૂતો પાસેથી દર બોરી દીઠ 3 રૂપિયા મજૂરીના લેવાય છે.નિગમ મગફળી ખરીદીના નાણાં ચુકવતું હોવા છતાં પણ નાણાં લેવાય છે.

 મળતી વિગત મુજબ અત્યાર સુધી મેઘરજ ખરીદ કેન્દ્રમાં 30 હજાર કરતા વધુ બોરી મગફળીની ખરીદી થઈ છે. એક બોરીના 3 રૂપિયા પ્રમાણે લાખ રૂપિયા જેટલી રકમ ખેડૂતો પાસેથી લેવાઈ હોવાની બુમ ઉઠી છે. તંત્ર આ બાબતે તપાસ કરે એવી ખેડૂતોની માંગ છે.

(10:08 pm IST)