Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

દેશના સૌથી નાની વયના આઇપીએસ અધિકારી સુફીન હસનને જામનગરમાં મળ્યું પહેલું પોસ્ટિંગ

માત્ર 22 વર્ષની વયે આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકેની જવાબદારી સાંભળશે

જામનગર : દેશના સૌથી નાની વયના આઇપીએસ અધિકારી સુફીન હસનને જામનગરમાં પહેલું પોસ્ટિંગ મળ્યું છે  માત્ર 22 વર્ષની વયના સુફીન હસન આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએસપી) તરીકેનું જવાબદારી સંભાળશે તેઓ આ પદ માટે જરૂરી તમામ પરીક્ષાઓમાં ઉતિર્ણ થયા છે. યુપીએસસી પરીક્ષામાં તેઓએ ઓલ ઈન્ડિયામાં 520મો રેન્ક મેળવ્યો છે. તેઓએ આ પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી દીધી છે.

 સફીન હસન ભારતના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી છે. તેઓ બનાસકાંઠાના કાણોદર ગામના રહેવાસી છે અને તેમનું પ્રથમ પોસ્ટીંગ જામનગર ખાતે થયું છે. તેમણે પોતાના ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. જે પછી તેઓ બી ટેક કરવા માટે સુરત ગયા હતા અને તેમણે જીપીએસસી અને યુપીએસસી પરીક્ષા આપી હતી. જેમાં તેઓ ક્લાસ વન અધિકારી તરીકે ઉતિર્ણ થયા છે.

  તેમણે આ અંગે પોતાની મહેનત પર વિશ્વાસ રાખ્યો હતો અને પોતાની આવડતને પગલે તેઓ નાની ઉંમરે આ મુકામ હાંસલ કરી શક્યા હતા. હવે જો કે તેઓ જ્યારે પોસ્ટીંગ મેળવ્યા પછી કામગીરી શરૂ કરશે ત્યારે આગામી સમયમાં તેમની મહેનત અને કાબેલિયત લોકોના કેટલા કામમાં આવે છે તે તેમની ખરી પરીક્ષા રહેશે.

(9:47 pm IST)