Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

કચ્છના અંજારમાં પિતા પાસેથી ખેતીલાયક વારસાગત જમીન મેળવ્યા બાદ ત્રણેય પુત્રોઅે અમાનવીય વર્તન કરતા સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટ સમક્ષ રાવ કરીને પાઠ ભણા્વ્યો

રાજકોટ: કચ્છ જિલ્લાના અંજારના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે (SDM) 81 વર્ષના ખેડૂતના ત્રણ દીકરાઓને વારસાગત જમીન પિતાને પરત આપવા માટે આદેશ કર્યો છે. પિતા પાસેથી ખેતીલાયક વારસાગત જમીન મેળવ્યા બાદ ત્રણેય દીકરાઓ પિતા સાથે અમાનવીય વર્તન કરતા હતા, બાબતને ધ્યાનમાં રાખીને SDM આદેશ આપ્યો છે. ગણેશ છમારિયા નામના ખેડૂતે 2012માં 20 એકરની વારસાગત જમીન ત્રણેય દીકરાઓને ભાગમાં વહેંચી આપી હતી.

પિતાની જવાબદારીમાંથી છટકી ગયા પુત્રો

ખેડૂતના ત્રણેય દીકરાઓ કરમશી, શ્યામજી અને રૂપાએ જમીન મેળવ્યા બાદ પિતાનું ધ્યાન રાખવાનું છોડી દીધું. કરમશી અને શ્યામજી મુંબઈમાં પોતાનો ધંધો કરે છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં ખેડૂત ગણેશ છમારિયાએ કહ્યું, “મારા દીકરાઓને મિલકત મળી જતાં તેમણે મારી અવગણના કરવાનું શરૂ કર્યું. બાદમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા. મારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પણ મારી પાસે રૂપિયા નહોતા. મારા માટે આઘાતજનક હતું કે મારા દીકરાઓ મારી સાથે આવું વર્તન કરે છે.”

દીકરાઓ વિરુદ્ધ કરી ફરિયાદ

આવી પીડાદાયક સ્થિતિમાં ગણેશભાઈને બીજો એક આઘાત મળ્યો. તેમના દીકરાઓએ દૂધઈ ગામ પાસે આવેલો પિતાનો નાનકડો પ્લોટ હતો તે પચાવી પાડ્યો અને ત્યાં વર્ષે જૂન મહિનામાં બાંધકામ શરૂ કર્યું. ત્યાર બાદ ગણેશ છમારિયાએ અંજારના SDM વિજય રબારી સમક્ષ દીકરાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ગણેશભાઈએ SDMને વિનંતી કરી કે, ‘મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટીઝન એક્ટ, 2007’ની જોગવાઈઓ હેઠળ 20 એકર જમીનની કરેલ એન્ટ્રી પલટાવી નાખે.

SDM લીધા પગલાં

ગણેશભાઈએ અરજીમાં રજૂઆત કરી કે, બે દીકરાઓએ 10 વર્ષ પહેલા મુંબઈમાં ઘર ખરીદવા માટે તેમની પાસેથી રૂપિયા લીધા હતા. જ્યારે વૃદ્ધ ગણેશભાઈએ રૂપિયા પાછા માગ્યા તો દીકરાઓએ આપવાની ના પાડીને કથિત રીતે પિતાના ધમકાવ્યા અને માર્યા. SDM વિજય રબારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, “ફરિયાદ બાદ મેં તપાસ કરી અને વૃદ્ધના સમાજના કેટલાક મોવડીઓ સાથે વાત કરી. તપાસ બાદ ખાતરી થઈ કે વૃદ્ધની ફરિયાદ સાચી છે. મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટીઝન એક્ટની કલમ 23 પ્રમાણે, ગણેશભાઈની 20 એકર જમીન જે દીકરાઓને આપી હતી તેના પ્રવેશાધિકારમાં ફેરફાર કર્યો.”

પુત્રોની દલીલ ફગાવી

SDM વિજય રબારીએ ખેડૂતના દીકરાઓએ કરેલી દલીલ ફગાવી છે. દીકરાઓએ દલીલ કરી હતી કે, તેમના પિતા પાસે અન્ય એક જમીન હતી જે વેચીને તેમણે 9 લાખ રૂપિયાની આવક કરી, જેથી તેમને ભરણપોષણ આપવાની જરૂર નથી. આપવામાં આવેલી 20 એકર જમીન વારસાગત છે પિતાએ પોતે ખરીદેલી નથી, પુત્રોની દલીલને પણ SDM માન્ય રાખી. ગણેશભાઈની બંને દીકરીઓએ પણ બાબતે પિતાનો સાથ આપ્યો.

છે નિયમ

રાજ્યના સામાજિક ન્યાય વિભાગે 2009માં જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે, મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટીઝન એક્ટ મુજબ જો કોઈ મિલકત શરતે આપવામાં આવે કે મિલકત લેનાર વ્યક્તિ આપનાર વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરશે. અને જો આમ નહીં થાય તો તેની પાસેથી જમીન આંચકી લેવામાં આવશે. મિલકત આપનાર વ્યક્તિ પાસે અધિકાર છે કે, રેવન્યૂ રેકોર્ડ્સમાંથી ટ્રાન્સફર એન્ટ્રી રદ કરાવી શકે.

(4:34 pm IST)