Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વંથલીમાં અભ્યાસ માટે પિતાએ ઠપકો આપતા ધો. ૧૨ના વિદ્યાર્થી શિવ વાણવીનો આપઘાત

જૂનાગઢ તા.૧૩: વંથલીમાં ધો.૧૨નાં વિદ્યાર્થીએ પિતાનો ઠપકો સહન નહિ થતાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા દલિત પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, વંથલીમાં દલિત વાસમાં રહેતા કાંતિભાઇ વાણવીના પુત્ર શિવ (ઉ.વ.૧૭) ધો. ૧૨માં અભ્યાસ કરતો હતો.

સાથે સાથે શિવ સ્થાનિક કલાસીસમાં ટયુશનમાં પણ જતો હતો પરંતુ કલાસીસમાં શિક્ષકે શિવ અભ્યાસમાં ધ્યાન આપતો ન હોવાનું શિવના પિતાને ફોનથી જણાવ્યું હતું.

આથી કાંતિભાઇએ પુત્ર શિવને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહીને ઠપકો આપ્યો હતો.ઙ્ગ પિતાના ઠપકાનું માઠુ લાગી આવતાં ગઇકાલે બપોર બાદ શિવે પોતાના ઘરે ઇલેકટ્રીક પંખા સાથે દોરી વડે લટકીને મોતને મીઠુ કરી લીધું હતું.

આમ વિદ્યાર્થીની આત્મ હત્યાથી મૃતકનાં પરિવારજનો અને સમાજમાં ગમગીની પ્રસરી ગઇ હતી.

વંથલી પોલીસે બાળકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ એેએસઆઇ પી.એમ. દાસા ચલાવી રહયા છે.

(3:44 pm IST)