Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

દરિયાઇ માછલી પકડવાના ઉત્પાદનમાં દેશમાં સૌથી મોખરે ગુજરાત

મત્સ્ય વિભાગ દ્વારા નિયુકત ઉદ્યોગસાહસિકતાઓને દરિયાઇ પાંજરામાં ખેતી કરવાની અપાયેલ તાલીમ

પ્રભાસ પાટણ તા.૧૩: તાજેતરના વર્ષોમાં ગુજરાતે દરિયાઈ માછલી પકડવાના ઉત્પાદનમાં દેશમાં સૌથી વધુ ફાળો આપ્યો છે. તેણે ૨૦૧૭ માં ૭.૮૬ લાખ ટનનું યોગદાન આપ્યું હતું પરંતુ આ વિશાળ જથ્થાનું ઉત્પાદનના હોવા છતાં, તેમાં કેટલાક મૂળભૂત જોખમો અસ્તિત્વ ધરાવે ઙ્ગછે. ચિંતાના મુખ્ય કારણોમાં, ઊંચા મૂલ્યોની માછલીઓ પકડવામાં દ્યટાડો, અપરિપકવ (નાની માછલી) માછલાઓના ઉતરાણમાં વધારો અને પકડવાની સમયાંતરે વધઘટ વગેરે છે જે આ પ્રદેશના દરિયાઈ માછીમારી માટે સારા સંકેત નથી. શ્રી વિનયકુમાર વાસે, વૈજ્ઞાનિક, સીએમએફઆરઆઈ, વેરાવળ પ્રાદેશિક કેન્દ્રએ જણાવ્યું હતું અહી વર્ષોથી ઓવરફિશિંગ (વધુ માછલી પકડવી) થઈ રહ્યું છે, જેની અસર પ્રદેશની માછીમારી પર પડી છે. બદલાતી આબોહવા સાથે અનિશ્યિત માછીમારી અને આ ક્ષેત્રમાં ઔદ્યોગિક પ્રદુષણ વર્તમાન પરિસ્થિતિઓ પાછળનાં મુખ્ય કારણો છે. હાલમાં મોટાભાગના માછીમારી ૧૦૦ મીટરની ઊંડાઈ સુધી મર્યાદિત છે જેનાથી આ પ્રદેશનાં સંસાધનો ભારે દબાણ હેઠળ છે, જે અગાઉના વર્ષોની તુલનામાં નીચલા સીપીયુઈ (પ્રત્યેક યુનિટ માછલી પકડવાના પ્રયત્નો) માં પ્રતિબિંબિત થાય છે. દ્યટાડેલા સીપીયુઈથી માછીમારીના નફામાં નોંધપાત્ર દ્યટાડો થયો છે જે બોટ ઓપરેટરો માટે આ એક મુખ્ય ચિંતા છે. લેન્ડિંગ્સમાં ઓછા કદની / નાની માછલીઓની ઙ્ગદ્યટનાઓમાં તાજેતરના દિવસોમાં વધારો થઈ રહી છે, જે માછલી જથ્થાના ટકાઉપણામાં (સ્થિરતા) બાધા બની શકે છે.

જેમ દરિયામાં માછલી પકડવાના વિસ્તારોમાં વધતી જતી તક અને નફાકારકતાના અવકાશ અનિશ્યિત જણાય છે, આ પ્રદેશમાં દરિયાઇ પાંજરામાં ખેતીનું આગમન માછીમારો માટે વૈકલ્પિક વ્યવસાય તરીકે જોવામાં આવે છે. ડાઙ્ખ. દિવુ ડી, પ્રભારી વૈજ્ઞાનિક, સીએમએફઆરઆઈના વેરાવળ પ્રાદેશિક કેન્દ્રએ જણાવ્યું હતું કે સી.એમ.એફ.આર.આઈ.એ આ પ્રદેશમાં દરિયાઈ પાંજરામાં ખેતીમાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમ હાથ ધર્યો છે. આશરે ૩૦૦ માછીમારો અથવા મત્સ્ય વિભાગ દ્વારા નિયુકત સંભવિત ઉદ્યોગસાહસિકને દરિયાઇ પાંજરામાં ખેતી કરવાની ઙ્ગતાલીમ આપવામાં આવી છે. દરિયાઈ ખેતી (મેરિકલ્ચર) માટે સીએમએફઆરઆઈએ સ્થાપિત વૈજ્ઞાનિક પ્રોટોકોલની મદદથી સમગ્ર ગુજરાતના તટ પર સંભવિત યોગ્ય સ્થળોનું દસ્તાવેજીકરણ પણ કર્યું છે. છેવાડાના (અંતિમ) વપરાશકર્તાઓનાં ઉપયોગની સરળતા માટે સંસ્થા જીઆઈએસ પ્લેટફોર્મ પર યોગ્ય સાઇટ્સ મૂકવાની પ્રક્રિયામાં છે. સી.એમ.એફ.આર.આઈ.ના વેરાવળ પ્રાદેશિક કેન્દ્રએ આ વિસ્તારમાં ખુલ્લા દરિયાઇ પાંજરામાં સફળતાપુર્વક કોબીયા, પોમ્પોનો, ગ્રૂપર અને લોબસ્ટરનાં વિકાસની કામગીરી દર્શાવી હતી. ઝીંગા સાથે ફીનફીશના ઇન્ટરક્રોપ અથવા વિન્ટર ક્રોપ તરીકે જમીન આધારિત તટીય જળચરઉછેર માટે તળાવમાં દરિયાઇ માછલીઓના ઉપયોગનું કેન્દ્ર દ્વારા સફળતાપૂર્વક નિદર્શન કરવામાં આવ્યું હતું જેને વધુ ઉત્પાદન માટે અને વધતી કૃષિ સ્થિરતા સહીત કૃષિ નફાકારકતા માટે અપનાવી શકાય છે. પ્રદેશમાં મેરીકલ્ચરના ઉપયોગથી પ્રદેશમાંથી દરિયાઈ માછલી ઉત્પાદનમાં વધારો થશે અને કુદરતી સંસાધનમાંથી માછીમારીનું દબાણમાં હટાવવામાં પણ મદદ કરશે, જે રાજયને દરિયાઈ માછલી ઉત્પાદન ક્ષેત્રમાં ખૂબ જરૂરી સ્થિરતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ ઉપરાંત માછીમારોના સમુદાયમાં વધતી જતી બેરોજગાર યુવાનોની સંખ્યાને પણ પાર્ટ ટાઇમ અથવા ફુલ ટાઇમ વ્યવસાય તરીકે દરિયાઇ પાંજરામાં ખેતી માં લગાડી શકાશે.(૨૩.૭)

 

(11:57 am IST)