Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

જુનાગઢ જિલ્લા સહકારી બેન્કની કુતિયાણા શાખામાં ૭૪ લાખની ઉચાપત : ૩ કર્મચારીઓ સામે પોલીસ ફરીયાદ

પોરબંદર, તા. ૧૩ : જુનાગઢ જિલ્લા સહકારી બેન્કની કુતિયાણા શાખામાંથી એક પોરબંદરના અને બે જુનાગઢના બેન્ક કર્મચારીઓએ સાથે મળીને ખોટા હિસાબ ઉભા કરીને રૂ. ૭૪,ર૭,૭પ૩ની ઉચાપતની પોલીસ ફરીયાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

બેન્કના ડેપ્યુટી મેનેજર સી.કે. ગ્વાલિયારાએ નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે બેન્કના જુનાગઢ રહેતા કર્મચારી વિજયકુમાર ભુરાભાઇ પાંજરીયા તથા જુનાગઢ રહેતા બીજા કર્મચારી દેવલ વિજયભાઇ તેમજ પોરબંદરના પ્રકાશ બેચર ચાંચિયા એકબીજાને મદદગારી કરીને તા. ર૩-પ-૧૬થી તા. ૧૯-૧૧-૧૮ દરમિયાન બેન્કની કુતિયાણા શાખામાં ફરજ દરમિયાન બેન્કમાં હિસાબની ખોટી એન્ટ્રી કરીને વાઉચર ઉભા કરીને તેને સાચા દર્શાવીને વારાફરતી રૂ. ૪૧૪ર૬૭ અને રૂ. ૬૮૮ર૧૧૧ની ઉચાપત તેમજ રૂ. ૧૩૧૩૭૪ બેન્ક નાણાનું જોખમ ઉભુ કરીને વિશ્વાસઘાત કરેલ છે.

કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૮. ૮)

(11:49 am IST)