Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ધુનડા (સ.) પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ઉત્કર્ષ અર્થે સ્કોલરશીપ વિતરણ

મોરબી તાલુકાની ધુનડા (સ.) પ્રાથમિક શાળામાં સૌરાષ્ટ્ર મેડિકલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ 'લાઇફ' સંસ્થા - રાજકોટ દ્વારા શ્રીમતિ વિજયાગૌરી પારેખ અને ધીરજલાલ પારેખ કન્યા કેળવણી ઉત્કર્ષ અનુદાન કાર્યક્રમની દમી વર્ષગાંઠ તેમજ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત શાળાની આર્થિક પછાત અને અભ્યાસમાં તેજસ્વી એવી કુલ ૨૩ વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવી તેમજ શાળાને વિજ્ઞાન કીટ અર્પણ કરવામાં આવી.(૨૧.૧૭)

(11:48 am IST)