Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

કાલથી રાજયભરના તબીબોની કોન્ફરન્સ

૬૦૦થી વધુ તબીબો જોડાશે : ઇન્ટરનેશનલ ખ્યાતિ પ્રાપ્ત સર્જન ડોકટરો દ્વારા કાલે નિઃશુલ્ક ઓપરેશન-વર્કશોપ : ડો. ડી.પી. ચિખલીયા દ્વારા સેવાકાર્યોના કાર્યક્રમને આખરી ઓપ

જુનાગઢ તા.  ૧૩:  જુનાગઢ ખાતે આવતીકાલે તા.૧૪ થી  તા. ૧૬ ડિસેમ્બર એમ ત્રણ દિવસ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતના સર્જનો અને ડોકટરોની કોન્ફરન્સ જુનાગઢ મેડીકલ કોલેજ ખાતે યોજાનાર છે. જેમાં ઓલ ઇન્ડિયા સર્જન એસોસીએશન (ગુજરાત ચેપ્ટર) ના પ્રમુખ ડો. ડી.પી. ચિખલીયાએ  જણાવ્યું હતું કે આ ત્રિદિવસીય કોન્ફરનસના પ્રારંભે આવતીકાલે શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડોકટરોનું લાઇવ ઓપરેશન માટેનો વર્કશોપ યોજાશે. જેમા બધા સર્જનો વિવિધ સર્જરીઓ (જનરલ સર્જરી)નિશુલ્ક કરી આપશે.

સારણગાંઠ, દુટીની સારણ થાઇરોડની ગાંઠ પિતાશયની પથરી, એપેન્ડીકસ, ખાધેલો ખોરાક અન્નનળીમાં પાછો આવવો, મેદસ્વીતા માટેની સર્જરી હાઇડેટેડસીસ્ટ હરસ તથા ભખંદરના ઓપરેશન એન્ડોસ્ક્રોપી અન્નનળી તથા હોજરીના રોગોની દૂરબીન વડે તપાસ તથા સારવાર છાતીની ગાંઠ, કેન્સર અથવા સાદી ગાંઠનું જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ખાતે ૩ ઓપરેશન થિયેટરમાં નિષ્ણાંત તબીબો સર્જરી કરશે અને તેનું લાઇવ એલઇડી સ્ક્રીન પર કોન્ફરન્સ હોલમાં પ્રસારિત થશે  તબીબો અને પત્રકારો નિહાળી શકશે. આ કોન્ફરન્સમાં જાડાપણાના સર્જન ડો. મુફજલ લાકડાવાલા (મુંબઇ) ઉપરાંત હિન્ડોચા હોસ્પિટલના ડો. દિપરાજ તેમજ ડો.  સુદેશ મૈસુર ઔરંગાબાદ એપોલા હોસ્પિટલના સર્જન તેમજ સ્વાદુપિંડ સર્જન (યુકે)ના નેહલ શાહ, ડો. પરવેઝ શેખ, હરસ ભખંદરના સર્જન નાગપુરના દિલીપ ગોેડે સહિતના તબીબો સર્જરી ફ્રિ ઓફ ચાર્જ કરી આપશે સિવીલ હોસ્પિટલ ખાતે, તેમજ બ્રેસ્ટની સર્જરી અમદાવાદના ડો. શકુંતલા શાહ  તેમજ સારણગાઠના ૩ સર્જનો જુદી જુદી સર્જરી કરશે જેમાં બી.જે. મેડીકલ કોલેજના પંકજ મોદી મુંબઇના રમેશ પુંજાણી, હરસ માટે ચેન્નાઇના રાજેશ શુકલ, ભખંદર માટે બોમ્બેના પરવેઝ શેખ, અને મેદસ્વીપણની સર્જરી દર્દીની તાસીર મુજબ કરવામાં આવશે.

ડો. ડી.પી. ચિખલીયા દ્વારા આ કોન્ફરન્સને સફળ બનાવવા છેલ્લા એક વર્ષથી હજારો કિમી. નો પ્રવાસ કરી તનતોડ મહેનત કરી રહ્યા છે. શ્રી ચિખલીયાએ વધુમંા જણાવેલ કે જુનાગઢના ઇતિહાસમાં સૌપ્રથમ કહી શકાય તેવી આ ઘટના છે. આ કોન્ફરન્સ યોજાઇ રહી છે, આ કોન્ફરન્સ દ્વારા ફેકલ્ટી લાવવા એડવાન્સ ટેકનિક જાણતા  સર્જનો હાજર રહી માર્ગદર્શન આપશે અને પોતાના જ્ઞાનનો આદાન પ્રદાન કરશે. સિવીલ હોસ્પિટલ ખાતે ૩ ઓપરેશન થિયેટરમાં ઓપરેશન હાથ ધરાશે.

આ સર્જરી કોન્ફરનસ હોલમાં લાઇવ પ્રસારિત થશે અને આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ગુજરાત રાજયના ૬૦૦ જેટલા સર્જનો ભાગ લેશે. ઉપરાંત ઇંગ્લેન્ડ તથા આપણા ભારત દેશમાંથી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત તબીબો ભાગ લેશે અને દેશ વિદેશમાં સર્જરી શસ્ત્રક્રિયામંા થતી નવી શોધો વિશે પોતાના જ્ઞાનનો આદાનપ્રદાન કરશે તેમ જણાવ્યું હતુ.

 

(11:48 am IST)