Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

જામનગર STના ડિવીઝનલ વર્કશોપ સુપરવાઇઝર રમેશ માલિવાડ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

તસ્વીરમાં વર્કશોપ સુપરવાઇઝર અને તેની જીપ નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

જામનગર તા. ૧૩ : જામનગરનું એસ.ટી ડિવિઝન ફરી ચર્ચાના ચકડોળે ચડ્યું છે આજે બાબત છે જામનગર એસ.ટી.ના વર્કશોપ સુપરવાઇઝર પીધેલા ઝડપાયા છે એસ.ટી.ના સુપરવાઈઝર રમેશ વાલસીંગ માલીવાડ (આદિવાસી) પોતાના જ એસ.ટી.ના સરકારી કવાર્ટરમાં ભરબપોરે દારૂ પીધેલી હાલતમાં પોલીસને હાથે ચડી ગયા હતા જામનગરની સીટી-એ ડિવિઝન પોલીસ એસટી વિભાગના સરકારી કવાર્ટરમાં જયારે ગઈ હતી ત્યારે પોલીસ કર્મીઓને રમેશ વી. માલિવાડ જે જામનગર એસટી ડિવિઝનમાં વર્કશોપ ની અંદર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હોય તેઓ પરમિટ વગર નશો કરેલી હાલતમાં અને દારૂ પણ તેમના કબજામાંથી પોલીસે કબજે કર્યો છે આ ઘટનાની પાછળ પણ એક મોટી અને રહસ્યમય ઘટના છે.

જામનગર એસ.ટી.ના વિભાગીય નિયામક એમ ડી રાવલ સામે એસ.ટી.ના ઓફિસર અને બીજા કેટલાક વોટ્સએપ ગ્રુપમાં જામનગર ડિવિઝનના જ વર્કશોપ સુપરવાઇઝર રમેશ માલીવાડ દ્વારા એક ૮ મિનિટ ૫૩ સેકન્ડ ની સનસનીખેજ ઓડિયો કિલપ વાઇરલ કરી છે. આ ઓડિયો કિલપમાં વિભાગીય નિયામક રાવલના પરિવારના સભ્યો ને લઈને કેટલીક ઘટસ્ફોટ વાતો નો ટેલિફોનિક ઓડિયો શેર કરાયો છે. આ ઓડિયોમાં જણાવ્યા અનુસાર વિભાગીય નિયામક રાવલ દ્વારા વરશોપ સુપરવાઈઝર માલીવાડને બે મેમા અપાતા ગિન્નાયેલાઙ્ગ માલીવાડ એ અન્ય કર્મચારી સાથે કેટલાક અંગત સંબંધોની વાતચીત પણ કરી હતી. આ દરમિયાન આ વાતચીતના કેટલાક અંશોમાં રાવલની અંગત રીતે મોજશોખની વાતોનો ઉલ્લેખ કરાયો છેઙ્ગ

આ ઘટના બાદ વર્કશોપ સુપરવાઈઝર રમેશ માલિવાડની સામે પોલીસમાં અરજી પણ કરાઈ હોવાનું એસ.ટી.વિભાગના ખાસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.ઙ્ગ

આ અરજીના તપાસ દરમિયાન જ વર્કશોપ સુપરવાઈઝર માલિવાડ જ નશો કરેલી હાલતમાં પોલીસને હાથે ચડતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. વર્કશોપ સુપરવાઈઝર માલિવાડ અગાઉ પણ ૨ જૂનના રોજ ભાવનગર ડેપોમાં વિભાગીય નિયામક તરીકે ફરજમાં હતા. ત્યારે મહિલા કંડકટર પાસે બિભત્સ માંગણીઓ કરવા સબબઙ્ગ પણ ખાતાકીય સજા કરાઈ હતી. ત્યારે ફરીથી જામનગરમાં પણ વિભાગીય નિયામક સામે આક્ષેપબાજી કરતા પોલીસ ઝપટે ચડી ગયા છે.

જામનગર ઉપરાંત એસટી વિભાગમાં આ સમગ્ર મામલે તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થઈ છે.(૨૧.૧૬)

(11:47 am IST)