Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ગોંડલમાં ગોડાઉનમાંથી રપ લાખના ધાણાની ચોરી

અજય બોરડ (રે. શંભુપરા તા. અમરેલી) તથા અન્ય ઇસમો અને કંપનીના સંચાલક દ્વારા ફરીયાદ

રાજકોટ, તા., ૧૩: ગોંડલ પાસે આવેલ ગોડાઉનમાં રપ.પર લાખના ધાણાનો જથ્થો અમરેલી પંથકનો શખ્સ તથા તેની  ટોળકી ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ થઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં સેન્ટ મેરી સ્કુલ સામે આવેલ યુસીએમએલ પ્રા.લી. કંપનીમાં નોકરી કરતા રાકેશ પટેલે ગોંડલ પોલીસ મથકમાં આરોપી અજય રમેશભાઇ બોરડ(રહે. શંભુપરા, તા.જી.અમરેલી) તથા અન્ય ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ કંપનીના ગોડાઉનમાં પડેલ ધાણાની ૭,૬૩૪ બોરીમાંથી  ૧૩૮૭ બોરી (પપ ટન) કિંમત રપ.પર લાખ આરોપી અજય બોરડ તથા તેના સાગ્રીતો પુર્વયોજીત કાવતરૂ રચી રાત્રીના ગોડાઉનના તાળા તોડી ચોરી કરી ગયા હતા.

આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે અજય તથા તેના સાગ્રીતો સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ એ.એમ.ઠાકોર ચલાવી રહયા છે. (૪.૧)

(11:24 am IST)