Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ગિરનાર અવરોહણ-ઉતરોહણ સ્પર્ધાની તારીખમાં થયો ફેરફાર : સ્પર્ધા હવે 13 જાન્યુઆરીએ યોજાશે

6 જાન્યુઆરીએ લોકરક્ષકદળની પરિક્ષા હોવાથી તારીખ બદલાઈ

ગિરનાર અવરોહણ ઉતરોહણ સ્પર્ધાની તારીખ હવે બદલાઇ છે. જૂનાગઢમાં ઘણા વર્ષોથી યોજાતી ગિરનાર અવરોહણ ઉતરોહણની સ્પર્ધામાં ફેરફાર કરાયો છે આ સ્પર્ધા પહેલા 6 જાન્યુઆરીના રોજ યોજાવાની હતી, પરંતુ લોકરક્ષકદળની પરિક્ષા પણ ત્યારે જ હોવાના કારણે હવે સ્પર્ધાની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોક રક્ષકની પરીક્ષા દેનારા યુવાનો ગિરનાર અવરોહણ ઉતરોહરણ સ્પર્ધાથી વંચિત ન રહી જાય આ માટે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી આ સ્પર્ધા હવે 13 જાન્યુઆરીએ યોજાશે.

(9:28 pm IST)