Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ મંદિરે સોમવારે તુલસી વિવાહ ઉજવાશે

વાંકાનેર,તા.૧૩: બોટાદ જિલ્લાના જગ વિખ્યાત સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનુ પ્રતિક એવા 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર' ખાતે દાદાના નિજ મંદિરમાં ભવ્ય દિવ્ય 'શણગાર દર્શન' યોજાયેલ તેમજ શનિવાર હોય દાદાને 'છપન ભોગના અન્નકોટ' દર્શન યોજાયેલ હતા તેમજ 'મારૂતિ યજ્ઞ' યોજાયેલ હતો શનિવાર હોય દાદાના દરબારમાં સવારે મંગળા આરતીમાં તેમજ બપોરે અન્નકોટ દર્શનનો વિશાળ સંખ્યા માં ભાવિક ભકતજનોએ દર્શનનો લાભ લીધેલ હતો. 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જય' ના નારાથી સવારે આરતીમાં મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતું આ ઉપરાંત તા.૧૫ / ૧૧ / ૨૧ને સોમવાર ના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર આયોજિત પ્રબોદ્યીની એકાદશી ના 'ભવ્ય તુલસી વિવાહ' અને 'હાટકી દર્શન' સાંજના ૩:૩૦ થી ૬:૩૦ સુધી રાખેલ છે તેમજ એકાદશીના દાદાના નિજ મંદિરમાં ભવ્ય દિવ્ય શણગાર દર્શન કરવામાં આવશે જે કાર્યક્રમ લાઈવ યુ ટ્યુબ SALGPUR HANUMANJI માં આવશે તેમજ સાળંગપુરમાં થતી આરતી, લાઈવ દર્શન, તેમજ દરેક ઉત્સવો કાયમ માટે લાઈવ યુ ટ્યુબ : સાળંગપુર હનુમાનજીમાં આવે જ છે જે યાદી પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ સ્વામી શ્રી ડી.કે.સ્વામીજીની યાદીમાં જણાવાયું છે. 

(3:46 pm IST)