Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ફલ્લામાં નીરામય ગુજરાતનાં કાર્યક્રમનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી

ફલ્લા તા. ૧૩ :.. જામનગર તાલુકાના ફલ્લા ગામે નીરામય ગુજરાતના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલનાં હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, તાલુકા પંચાયત પ્રમુખ હસુભાઇ ફાચડા, જીલ્લા પંચાયત સદસ્ય કમલેશ ધમસાણીયા, ફલ્લાનાં સરપંચ લલીતાબેન ધમસાણીયા, વેલજીભાઇ ધમસાણીયા, મકનભાઇ કાસુંદ્રા, જીલ્લા આરોગ્ય અધિકારી ડો. બથવાર, ડો. સુભાષભાઇ ધમસાણીયા, ડો. વિનુભાઇ ભંડેરી, દિલીપભાઇ ભોજાણી, યજ્ઞેશભાઇ, રાજાણીભાઇ, હીતેશભાઇ સુથાર સહિતનું આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે નીરામય ગુજરાતની સમજ આપી હતી અને કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા આમ જનતાનાં આરોગ્યની કરાતી ચિંતાની વાત કરી હતી. આ તકે આયુસમાન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય કેમ્પ, આવકનાં દાખલા તથા આયુષમાન ભારત કાર્ડનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. ફલ્લામાં પટેલ સમાજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમનો નજીકનાં ગામો તથા ફલ્લાનાં ગ્રામજનોએ લાભ લીધો હતો.

(1:34 pm IST)