Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જેતપુર ગાદી પટ્ટાભિષેક ઉત્સવમાં ઘનશ્યામ જન્મોત્સવ ઉજવાયો

આજે મુખ્યમંત્રી ઉત્સવમાં હાજરી આપશેઃ તંત્રની તડામાર તૈયારી કડક બંદોબસ્તઃ કાલે સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પનું આયોજનઃ વિનામૂલ્યે દવા અપાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૩ :. શહેરમાં ઉજવાઈ રહેલ સ્વામીનારાયણના ૨૨૦મા ગાદી પટ્ટાભિષેકના ૪થા દિવસે નૂતન મહિલા મંદિર ઉદઘાટન, મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ વકતા શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ કથાનું રસપાન કરાવ્યા બાદ સાંજે શ્રી ઘનશ્યામ જન્મોત્સવ ઉજવવામાં આવેલ. જેમાં સંતો-હરીભકતો ઉત્સાહભેર રાસનો આનંદ માણેલ. આજે સવારે સમૂહ પૂજા કરવામાં આવેલ. બપોરે ૧ થી ૪ મહિલા મંચનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંષ્યોગી શ્રી લીલાબેન (સુરત) તેમજ લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા પધારી બહેનોને આશિર્વાદ તથા માર્ગદર્શન આપશે. બપોરે ૨.૩૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉત્સવમાં હાજરી આપી લ્હાવો લેશે બાદ મંદિરે દર્શનાર્થે જઈ ભગવાનને શીશ ઝૂકાવશે.

સી.એમ. આવવાના હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સી.એમ. બન્યા બાદ પ્રથમ વખત જેતપુર મંદિરે દર્શનાર્થે આવી રહ્યા છે. તેઓ ધોરાજી રોડ ખાતે હેલીપેડ ઉતરી કાર મારફત અમરનગર રોડ પરથી મહોત્સવ સ્થળે જશે ત્યાર બાદ એમ.જી. રોડ આવેલ મંદિરે દર્શનાર્થે જશે. તેના રૂટ ઉપર પોલીસે કડક બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. આ રૂટ ઉપર અમરનગર રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય ખાડા ખબડા પડી ગયા હોય તેને તાત્કાલીક યુધ્ધના ધોરણે ડામર પેવરથી રીપેરીંગ કરવામાં આવેલ. લોકોમાં એવુ ચર્ચાય રહ્યુ છે કે સીએમ દર બે-ત્રણ મહિને આવવા જોઈએ જેથી શહેરના રોડ-રસ્તા સારા રહે અને ટ્રાફીકનો પ્રશ્ન ઉકલી જાય.

આજે રાત્રે ૧૦.૦૦ કલાકે સુપ્રસિદ્ધ કથાકાર જીજ્ઞેશદાદા (રાધે-રાધે) મહોત્સવમાં પોતાનુ વકતવ્ય આપશે.

આવતીકાલે તા. ૧૪-૧૧ના રવિવારના સવારે ૧૦ થી ૨ વાગ્યા દરમ્યાન સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે ડો. રૂપેશ મહેતા, ડો. જયદિપ વામજા, ડો. અંકુર ઠુંમર, ડો. કૃતાર્થ કાંજીયા, ડો. હિરેન વાઘેલા, ડો. ભાવેશ ભટ્ટ, ડો. પિયુષ ડોડીયા, ડો. ધર્મીત બાલધા, ડો. ભાવીન સાવલીયા, ડો. રાજ પટેલ તેમજ રોટરી કલબ સંચાલીત મેડીકલ

(1:33 pm IST)