Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જુનાગઢમાં અજમેરી પાનમાં ચોરી કરનાર બે ઝડપાયા

જુનાગઢ તા. ૧૩ :.. ગઇ તા. ર૯ દરમ્યાન ખામધ્રોળ રોડ, હર્ષદનગર સોસાયટી, તૈયબા મસ્જિદની પાછળવાળાની અજમેરી પાનની દુકાને રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે કેબીનના શટરનું તાળુ તોડી છતનું પતરૂ ઉચકાવી કેબીન અંદર પ્રવેશ કરી તમાકુના ડબ્બા તથા પાઉચ તથા બીડીના બાંધા તથા સોપારી તથા સીગારેટના પેકેટ તથા ટી. વી., રાઉટર તથા રોકડા રૂ. ૧,૦૩,૦૦૦ મળી કુલ રૂ. ૧,૩૬,૦૦૦ ની ચોરી કરી તથા સીસીટીવી કેમેરા તોડી નુકશાન કરી ગુન્હો કરેલ હોય. જે અંગે જુનાગઢ તાલુકા પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦રપર૧૧૧૧૪-ર૧ ઇ. પી. કો. ક. ૪પ૪, ૪પ૭, ૩૮૦, ૪ર૭ વિ. મુજબનો ગુન્હો બનેલ.

આ ગુન્હાને ડીટકેટ કરવા ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢ ઇ.ચા. પો. ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. ડી. જી. બડવા, એ. ડી. વાળા તથા પો. સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય અને બનાવ સ્થળની આસપાસનાં સીસીટીવી ફુટેજ તથા ટેકનીકલ સેલના માધ્યમથી તપાસ કરતા દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના પો. સ. ઇ. એ. ડી. વાળા તથા પો. હેડ કો. વિક્રમભાઇ ચાવડા તથા પો. કો. સાહિલ સમાને સંયુકતમાં હકિકત મળેલ કે, આ બનાવમાં (૧) વિજય દાજીભાઇ દેવીપૂજક (ર) અજય ગોપાલ વાંજા નામના ઇસમો સંડોવાયેલ હોવાની અને તેઓ સાબલપુર ચોકડી નજીક ખાડીયામાં રહેતા હોવાની  અને હાલ તેઓ બન્ને ચોરીના મુદામાલ સાથે સાબલપુર ખાડીમાં છે. અને તેઓ ચોરીનો માલ સગેવગે કરવાની તૈયારીમાં છે. તેવી હકિકત જાણવા મળતા તપાસ કરતા સાબલપુર ખાડીમાં બાવળની કાંટ આડે મો. સા. તથા ટીવી સેટઅપ બોકસ વિગેરે સાથે બે ઇસમો હાજર હોય. જે બન્નેને પકડી પાડી પુછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી ટીવી તથા સેટઅપ બોકસ બાબતે પુછપરછ કરતા સદરહું ગુન્હો કરેલાની કબુલાત આપતા મજકૂર ઇસમની અંગજડતી કરતા મો. ફોન ર, કિ. રૂ. ર૦,૦૦૦ તથા જીઓ કંપનીનું રાઉટર કિ. રૂ. ૧,૦૦૦ મળી આવેલ.

આજથી બાર તેર દિવસ પહેલા બન્ને જણા દિવસના સમયે રેકી કરી આવેલ અને રાત્રીના સમયે સદરહુ પાનની કેબીને જઇ પ્રથમ સળીયા વડે તાળુ તોડવાનો પ્રયત્ન કરતા ખુલેલ નહિ જેથી કેબીનનું છતનું પતરૂ ઉચક્રાવી અંદર પ્રવેશ કરી ઉપરોકત ચોરી કરેલાની હકિકત જણાવેલ.

હસ્તગત કરેલ આરોપીઓ વિજય ઉર્ફે અર્જુન દાજીભાઇ બચુભાઇ ચુનારા દેવીપૂજક ઉ.વ.ર૩ રહે. બોસકાગામ, તા. વીરમગામ, હાલ રહે. જુનાગઢ, સાબલપુર ચોકડી ખાડીયામાં ત્રિમૂર્તિ કારખાના સામે.

અજય ગોપાલભાઇ મોહનભાઇ પરમાર વાંજા ઉ.વ.ર૭ રહે. ધોરાજી બસ સ્ટેન્ડ પાછળ, શ્રીનાથજી સોસાયટી, હેમીબેન પટેલના ક્રિષ્ના મકાનમાં ભાડેથી હાલ રહે. જુનાગઢ સાબલપુર ચોકડી ખડીયામાં, ત્રિમૂર્તિ કારખાના સામે પાસેથી સેમસંગ કંપનીનું ટી. વી. કિ. રૂ. પ,૦૦૦, વીડીયોકોન કંપનીનું સેટઅપ બોકસ કિ. રૂ. પ૦૦, હિરો કંપનીનું સ્પેલન્ડર મો. સા. રજી. નં. જીજે-૩-જેજે-૩૯૦૬, કિ. રૂ. ર૦,૦૦૦ મો. ફોન ર કિ. રૂ. ર૦,૦૦ જીઓ કંપનીનું વાઇફાઇ કિ. રૂ. ૧,૦૦૦ કુલ કિ. રૂ. ૪૬,પ૦૦ મુદામાલ કબ્જે કરેલ છે.

ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પો. ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. ડી. જી. બડવા તથા પો. સ. ઇ. એ. ડી. વાળા તથા વા. પો. સ. ઇ. ડી. એમ. જલુ તથા એ.એસ.આઇ. વિ. એન. બડવા, પો. હેક કો. વી. કે. ચાવડા, વાય. એસ. જાડેજા, જયદીપભાઇ કનેરીયા તથા પો. કો. સાહિલ સમા, દેવશીભાઇ નંદાણીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે. 

(1:32 pm IST)