Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ધોરાજીના સુપેડી ગામે દારૂ સાથે ધમો આહિર ઝડપાયો

ધોરાજી, તા.૧૩: રાજકોટ ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે સ્ટાફના પો.કોન્સ રવિરાજસિંહ ઘેલુભા તથા રવિરાજસિંહ બાપાલાલસિંહને મળેલ હકીકત આધારે સુપેડી ગામના ધર્મેશભાઇ ઉર્ફે ધમો કાનભાઇ કાનગડ આહીર ઉ.વ-૨૧ રે-સુપેડી ગામ ઝાંઝમેર રોડ મુળ ગામ-છાડવાવદર ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો તેમજ તેના કબજા ભોગવટાના રહેણાક મકાનેથી મેકડોવેલ્સ નં.-૧ સુપીરીયર વ્હીસ્કી બાન્ડની બોટલ નંગ-૮૨ કિં.રૂ.૩૦૭૫૦/- તથા સિગ્નેચર રેર એજડ વ્હીસ્કી બ્રાન્ડની કુલ બોટલ નંગ-૮૬ કિં.ર.૭૦૫૨૦/- તથા રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમિયમ વ્હીસ્કી બ્રાન્ડની કુલ બોટલ નંગ-૪૨ કિં.રૂ.૨૧૮૪૦/- તથા ટુબર્ગ પ્રીમીયમ સ્ટ્રોગ બિયરના ટીન નંગ-૧૨ની કિં.રૂ.૧૨૦૦/- તથા રેડમી કંપનીનો ટચક્રિન મોબાઇલ કિ.રૂ.૨૦૦૦/- દારૂ વેચાણ રોકડ રૂ. ૮૦૦૦/- તથા હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સાના રજી નં-જીજે—૩-એજી-૩૨૭૩ તેની કિ.રૂ.૨૦,૦૦૦/-એમ મળી કુલ મુદામાલ રૂ.૧,૫૪,૩૧૦/ના સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જયારે જતીન રસીકભાઇ વાઘેલા વાણંદ ભાગી ગયો છે.

મળી કુલ મુદામાલ કિ.રૂ.૧,૫૪,૩૧૦/ આ કામગરીં શ્રી,એચ.એ.જાડેજા પ્રો.ઇન્સ, રમેશભાઇ કાળાભાઇ એ.એસ.આઇ, અરવિંદસિંહ દાનુભા પો.કોન્સ,  રવિરાજસિંહ ઘેલુભા પો. કોન્સ, રવિરાજસિંહ બાપાલાલસિંહ પો.કોન્સ, યુવરાજસિંહ કિરીટસિંહ પો.કોન્સએ કરી હતી.

(1:03 pm IST)