Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધારો : નલીયા ૧૨.૬ ડિગ્રી

લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગતા ઠંડીની અસર રાત્રે અને સવારે વધી

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ધીમે - ધીમે શિયાળાની અસર વર્તાવા લાગી છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકની વધુ અસર અનુભવાય છે.

લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગતા શિયાળા જેવો અનુભવ થઇ રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન કચ્છના નલીયામાં ૧૨.૬ ડિગ્રી નોંધાયું છે.

જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધુ અનુભવાય છે.

જો કે બપોરના સમયે ઉનાળા જેવી ગરમીની અસર વર્તાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૨ મહત્તમ, ૧૫.૫ લઘુત્તમ, ૫૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૪.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (૨૧.૧૧)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

અમદાવાદ

૧૬.૨

,,

અમરેલી

૧૭.૮

,,

વડોદરા

૧૫.૪

,,

જામનગર

૧૫.૫

,,

ભાવનગર

૧૭.૦

,,

ભુજ

૧૯.૦

,,

દમણ

૧૮.૪

,,

ડીસા

૧૫.૮

,,

દીવ

૧૫.૮

,,

દ્વારકા

૨૦.૪

,,

કંડલા

૧૭.૫

,,

નલીયા

૧૨.૬

,,

ઓખા

૨૪.૪

,,

પોરબંદર

૧૬.૯

,,

રાજકોટ

૧૭.૩

,,

સુરત

૧૯.૮

,,

વેરાવળ

૧૯.૬

,,

(12:25 pm IST)