Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સૌરાષ્ટ્ર જીલ્લા અન્ડર-૧૪ ટુર્નામેન્ટ માટે ૧૬મીએ મંગળવારે સિલેકશન

ખેલાડીઓએ જરૂરી ડોકયુમેન્ટ સાથે હાજર રહેવુ

રાજકોટઃ જુનાગઢ જીલ્લા ક્રિકેટ એસોસીએશન પ્રમુખ શ્રી પાર્થભાઇ કોટેચાની યાદી પ્રમાણે જુનાગઢ જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા જુનાગઢ જીલ્લાના અંડર-૧૪ ખેલાડીઓનું સૌરાષ્ટ્ર જીલ્લા અન્ડર-૧૪ ટુર્નામેેન્ટ માટે સિલેકશન રાખવામાં આવનાર છે. બધા ખેલાડીઓએ જરૂરી ડોકયુમેન્ટ સાથે રાખવા સિલેકશન તા.૧૬ મંગળવારે સવારે ૭ કલાકે જીલ્લા ૫ંચાયત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ગાંધી ચોક ખાતે રાખવામાં આવેલ છે. સફેદ ગણવેશ પહેરવો ફરજીયાત છે. ગ્રાઉંન્ડ પર રણજી ટ્રોફી પ્લેયર અને સિલેકટર કમલ ચાવડા, કોચ ગૌતમ બાબરીયા અને ભરતભાઇ બઢનો સંપર્ક કરવો. (૧)જન્મ પ્રમાણપત્ર નગરપાલીકા/ ગ્રામ પંચાયત (ઓરીજીનલ), (૨) બોનો ફાઇડ (જન્મ તારીખ અને ફોટો સાથે), (૩) આધારકાર્ડ, (૪) છેલ્લા ત્રણ વર્ષની માર્ર્કશીટ, (બધા ડોકયુમેન્ટની ૨-૨ ઝેરોક્ષ કોપી સાથે રાખવી તેમજ પાસપોર્ટ સાઇઝના ૨ ફોટા સાથે રાખવા. વધુ માહિતી માટે ગૌતમ બાબરીયા મો.૯૮૨૫૧ ૨૭૧૯૭, ભરતભાઇ બઢ મો.૯૯૨૫૮ ૫૦૬૭૫

 

(11:16 am IST)