Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ભુજમાં વનતંત્રએ સિઝ કરેલા કોલસાના જથ્થામાં આગ લાગતાંઙ્ગ એક લાખનું નુકસાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૩: ગત એપ્રિલ ૨૦૧૯ માં પશ્યિમ કચ્છ વન વિભાગ દ્વારા સિઝ કરાયેલ કોલસાના જથ્થામાં આગ લાગતાં એકાદ લાખનું નુકસાન થયું હતું. જોકે, આ મુદ્દે આ કોલસાના જથ્થાના માલિકે વન વિભાગ સામે આક્ષેપો કરીને કોલસાની નુકસાની ચૂકવવા માટે માંગ કરતા ચકચાર જાગી છે.

ભુજ માધાપર હાઇવે ઉપર કોલસાના વ્યાપારી જિગર પ્રવીણ ઠક્કરની માલિકીના અંદાજીત સાડા નવ લાખનો કોલસાનો જથ્થો વિભાગે ગેરકાયદેસર હોવાનું જણાવીને જપ્ત કરી આ વ્યાપારીના ઓપન ગોડાઉનમાં જ રાખ્યો હતો. પણ, તેમાં એકાએક આગ લાગતાં કોલસાનો અમુક જથ્થો બળીને રાખ થઈ જતાં વ્યાપારી જિગર ઠક્કરે વનતંત્રને આ માટે જવાબદાર ઠેરવીને વળતર ચૂકવવા માંગ કરી છે.

જોકે, વનવિભાગે આ જવાબદારીમાંથી હાથ ખંખેરીને વ્યાપારી પાસે જ કોલસા કોલસા રખાયેલા હોવાનું જણાવ્યુ હતું. જોકે, વ્યાપારીના આક્ષેપો પછી કદાચ આ મુદ્દે કાયદાકીય જંગના એંધાણ વરતાઈ રહ્યા છે.

(3:49 pm IST)
  • અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટમાં વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યું છે કે અમિતભાઇ શાહને યોગી આદિત્યનાથની નિમણુંક કરવી જોઈએ access_time 9:42 pm IST

  • રાજકોટમાં ચાંદી રૂ.૯૦૦ ઉછળી, સોનું રૂ.૧૫૦ વધ્યું ટ્રમ્પે ચીન સામે બોર્ડર એગ્રીમેન્ટની નવી શરત મૂકતાં ટ્રેડવોરનું સમાધાન ટલ્લે ચડતાં વિશ્વમાર્કેટમાં સોનું-ચાંદી સુધરતાં લોકલ માર્કેટમાં અસર જોવા મળીઃ રાજકોટમાં સોનુ ૧૦ ગ્રામના રૂ.૩૯૫૫૦, હોલમાર્કના રૂ.૩૮,૫૦૦ અને ચાંદીના એક કિલોના રૂ.૪૬,૦૦૦ access_time 6:02 pm IST

  • ઝારખંડ વિકાસ મોરચાએ 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી : યૌન ઉત્પીડનના આરોપમાં ઘેરાયેલ ધારાસભ્ય પ્રદીપ યાદવને આપી ટિકિટ : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળા મહાગઠબંધનથી અલગ થયેલ ઝારખંડ વિકાસ મોરચાએ બીજી યાદી જાહેર કરી દીધી access_time 1:09 am IST