Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ધોરાજીમાં દુકાનદારે મહિલા સફાઇ કારમદારને માર મારતા રોજમદાર કર્મચારીઓની વિજળીક હડતાલ

ધોરાજીઃ નગર પાલિકા સફાઇ કામદાર હંસાબેનને મોબાઇલના દુકાનદારે કચરી ઉપાડવા બાબતે માર મારી જ્ઞાતિ પ્રત્યે અપશકબ્દો કહેતા ભારે સનસનાટી મચી ગઇ છે અને રોજમદાર કર્મચારીઓ વિજળીક હડતાલ ઉપર ઉતરી ગયા છે.

વાલ્મીકી સમાજના પ્રમુખ હરેશભાઇ જેઠવાની આગેવાનીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સુત્રોચ્ચાર કર્યા હતા અને આરોપીને તાત્કાલીક ઝડપી લેવા માંગણી કરી છે.

ઇજાગ્રસ્ત સફાઇ કામદાર હંસાબેનને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(1:43 pm IST)