Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પોરબંદરમાં મત્સ્યોદ્યોગને ૧.૪૬ કરોડનું નુકસાન

વાવાઝોડાની અસરની સંભાવનાના પગલે માછીમારો ૧૫ દિવસથી ફિશીંગમાં જઈ શકયા નહોતા

પોરબંદર, તા. ૧૩ :. દરિયામાં વાવાઝોડાની અસરની સંભાવનાના પગલે માછીમારોને અગમચેતી માટે ફિશીંગમાં જવા ઉપર પ્રતિબંધ મુકાયો હોય ૧૫ દિવસથી માછીમારો ફિશીંગમાં જઈ શકયા નહોતા. જેના કારણે ફિશીંગ માલના અભાવે મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા તમામ ધંધા ઠપ્પ પડી જતા મત્સ્યોદ્યોગને ૧.૪૬ કરોડનું નુકસાન થયાનું અંદાજાય છે.

દરિયામાં વાતાવરણ સુધરતા ધીમે ધીમે માછીમારો ફિશીંગમાં જવાનુ શરૂ કર્યુ છે. વાવાઝોડાને લીધે એકજ સિજનમાં અંદાજે ૧ હજાર અને ૪૬ કરોડની નુકશાની તેમજ  ૬૦.૨૦૦ પરિવારના ચૂલા ઉપર અસર થઈ હતી. ખેડૂતોની જેમ સાગર પુત્રોને સરકાર દ્વારા નુકસાન માટે સહાય ચૂકવવા માંગણી ઉઠી છે.

પોરબંદર માછીમારી ઉદ્યોગ  તરીકે જાણીતું  છે અને ગુજરાતનાં ૧૬૦૫ કી.મી. લાંબા દરિયા કિનારામાં પોરબંદર પાસે ૧૦૫ કી.મી દરિયા કિનારો આવેલ છે. આ વર્ષ એટ્લે ૨૦૧૯ માં રક્ષાબંધન ના દિવસે માછીમાર સમાજ પોતાની રોજીરોટી માટે દરિયો ખેડવા નિકડે છે પણ સરકારના એક ફાટવામાં માછીમારો રોડ પર આવિજાય છે આ વર્ષમાં પણ કાઇક આવુજ થયું વાયુ વાવાજોડું કયાર વાવાજોડું અને બાદમાં મહા વાવાજોડું ભલે આવ્યાના હોય પણ માછીમારો માટે આફત સમાન બન્યા માછીમાર જયારે માછીમારી કરવા નિકડે ત્યારે એક મોટી બોટ નો ખર્ચ એક ટ્રીપમાં ૩.૫૦.૦૦૦ લાખનો થાય છે જયારે નાની બોટમાં એક ટ્રીપમાં ૫૦૦૦ નો ખર્ચ થાય છે જેમકે ગ્રાફિક ઉપર નજર કરોતો માછીમાર સમાજ ને આ સિજનમાં કેટલો ખર્ચ કેટલી નુકશાની અને કેટલા પરિવારોની છીનવાઈ રોજી છીનવાય જાય છે.પોરબંદરમાં મોટી બોટની સંખ્યા ૨.૩૦૦ સિજનમાં કુલ દરિયાય ટ્રીપ ની સંખ્યા ૧૩ માછીમારોની સંખ્યા કુલ-૭ઙ્ગ

પોરબંદરમાં નાની બોટની સંખ્યા ૨.૦૦૦ સિજનમાં કુલ દરિયાય ટ્રીપ ની સંખ્યા ૩૦ માછીમારોની કુલ સંખ્યા ૭ઙ્ગ

સીજન દરમ્યાન કઈ વસ્તુની દરિયામાં જરૂરી લઇજવી પડે છેઙ્ગ

ડીઝલ ૧૬૦૦ લિટર કેરોસીન સાકભાજી બરફ તમામ રાસન પીવાનું પાણી અનેક પ્રકારની સાધન સામગ્રીઙ્ગ

મોટી બોટની કુલ કિમંત ૫૦ લાખથી વધુ થાય છે.ઙ્ગ નાની બોટની કિમંત ૮ લાખથી વધુઙ્ગથાય છે.

(1:05 pm IST)