Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

રૂરલ એન્ડ એગ્રીકલ્ચર ફાયનાન્સ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે દિલીપ સંઘાણીની ચર્ચા

દેશમાં સહકારી પ્રવૃતિ માટે ચાવીરૂપ ચર્ચા-વિચારણા સાથે દિલ્હી ખાતે યોજાયેલ વર્લ્ડ કોંગ્રેસઓન : દેશભરના સહકારી પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિ

અમરેલી, તા. ૧૩ :  સહકારી પ્રવૃત્તિ માટે ચાવીરૂપ ભૂમિકા નાણાકીય વ્યવસ્થાપન ને આગોતરી વ્યવસ્થા હોય છે આ અંગેની ચર્ચા-વિચારણા સાથે દિલ્હી ખાતે વર્લ્ડ કોંગ્રેસ ઓન રૂરલ એન્ડ એગ્રીકલ્ચર ફાયનાન્સની બેઠક મળેલ જેમાં ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ ભાગ લઇ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા-વિચારણા કરી હતી.

બેઠકમાં ભાગ લેતા દિલીપ સંઘાણીએ જણાવેલ કે સહકારી પ્રવૃત્તિનો સહકાર સમગ્ર દેશમાં ફરી વળે ઉપરાંત ખેતીની આવક વધારવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને ચરીતાર્થ કરવા પરિણામલક્ષી કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી હતી.

(1:02 pm IST)
  • ઓડ-ઇવન લાગુ કરવાનો નિર્ણય ગૈરબંધારણીયઃ સુપ્રિમ કોર્ટે દિલ્હી સરકારને નોટીસ આપીઃ શુક્રવારે આ મુદે વધુ સુનાવણી થશે access_time 3:37 pm IST

  • કાશ્મીરના પુંચ જિલ્લામાં સરહદ પર પાકિસ્તાને ફરી તોપગોળાનો વરસાદ વરસાવ્યો છે : ભારતીય સેના બરાબર વળતો જવાબ આપી રહી છે access_time 10:06 pm IST

  • ૧લી ડીસેમ્બરથી તમામ ટોલ થશે કેસલેસ : ટોલ ક્રોસ કરવા ફાસ્ટટેગ હોવુ ફરજીયાતઃ ટોલ પર ફાસ્ટટેગ ફરજીયાત access_time 3:42 pm IST