Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

શુદ્ધ ઘીનો શીરો બનાવી હજારો યાત્રિકોને પીરસ્યો

સુરતના સિદ્ધનાથ સેવા મંડળ દ્વારા ગિરનાર પરિક્રમાના પ્રથમ પડાવ પાસે

જુનાગઢ : ૩૨ કરોડ દેવતાનો જયાં વાસ છે તેવા જટાધારી જોગી સમાન ગિરીવર ગિરનારની પરંપરાગત રીતે યોજાતી પરિક્રમામાં સુરતનું સિદ્ધનાથ સેવા મંડળ બાર વર્ષથી અનોખું અન્નક્ષેત્ર ચલાવી રહ્યું છે. પરિક્રમાના પ્રથમ પડાવ જીણાબાવાની મઢી પાસે આ ગ્રુપના કાર્યકરો દ્વારા આ વખતે ૩૦ મણ રવો, ૩૦ મણ ખાંડ, અને ૩૬ ડબ્બા શુદ્ધ ઘીમાંથી તૈયાર કરેલો ગરમા ગરમ શીરો યાત્રિકોને પીરસ્વામાં આવ્યો હતો.

જુનાગઢ લેઉવા પટેલ સમાજના અગ્રણી અને સમુહ લગ્ન પ્રણેના હરસુખભાઇ વઘાસીયા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા તથા અરવિંદભાઇ મારડિયાએ આ અન્નક્ષેત્રની મુલાકાત લઇને કાર્યકરોની પ્રવૃતિને બીરદાવી હતી. બીજી તરફ આ  આગેવાનો તેમજ સુનિધી ચેરીટી ફાઉન્ડેશનના સહયોગથી વડાલના આઇશ્રી ખોડિયાર સેવા મંડળ દ્વારા જીણાબાવાની મઢી પાસે ભાડવાડી ખાતે છેલ્લા ૨૫ વર્ષથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. જયાં યાત્રિકોને ચા, પાણી, શરબત, છાશ, ફરાળ પ્રસાદી તરીકે ચાર દિવસ સુધી પીરસવામાં આવ્યું હતું. માધાભાઇ પારધી, ભીખાભાઇ, બાબુભાઇ, છગનભાઇ, ધનજીભાઇ વગેરે દરવર્ષે અહીં અવિરત સેવા આપી રહ્યા છે. આ અન્નક્ષેત્રની મુલાકાત પણ આગેવાનોએ લીધી હતી.

(12:01 pm IST)
  • બ્રિક્સ સંમેલનમાં પુતિનનને મળ્યા પીએમ મોદી : શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરશે : વડાપ્રધાન મોદી 11માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલની રાજધાની પહોંચ્યા : પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા access_time 1:07 am IST

  • ગુજરાતમાં ખેડૂતો માટે ૭૦૦ કરોડની સહાયનું પેકેજ- ૩૩ ટકા કરતા વધુ નુકસાન માટે કરાશે સહાય - પિયતમાં ૧ હેકટર દીઠ ૧૩, ૫૦૦ રૂ. ની સહાય અપાશે - બિન પિયતમાં હેકટર દીઠ ૬,૮૦૦ રૂ.સહાય અપાશે - પાકવીમા સિવાય પણ રાજય સરકારે સહાય જાહેર કરી - ૨ લાખ કરતા વધુ ખેડૂતોને મળશે સહાય access_time 5:35 pm IST

  • આંધ્રપ્રદેશની સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ કરવા મામલે સરકાર અને વિપક્ષ આમને સામને :રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું માધ્યમ ઉર્દુ,તેલુગૂથી બદલી અંગ્રેજીમાં પરિવર્તિત કરવાના નિર્ણંય સામે જનસેવા,ભાજપ અને ટીડીપી જેવા પક્ષો ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પણ સરકારની ટિક્કા કરી access_time 1:08 am IST