Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ગોંડલ પંથકની સગીરાના અપહરણના ગુનામાં ફરાર વિજય ચોૈહાણ પકડાયો

રૂરલ પેરોલફરલો સ્કવોડની ટીમે વિજયને ભાવનગરથી દબોચ્યો

ગોંડલ તા ૧૩  : ગોંડલ પંથકની સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરવાના ગુનામાં ફરાર શખ્સને રૂરલ પેરોલ ફરલો સ્કવોડે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ ગોંડલ પંથકમાં રહેતી સગીરાને નવ માસ પહેલા લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ થયેલ વિજય શંકરભાઇ ચોૈહાણ, ભાવનગરના મીરાનગરમાં રહેતો હોવાની બાતમી રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. ચોૈહાણને થતાં જગતભાઇ તેરૈયા, વિરાજભાઇ ધાધલ, મહેન્દ્રસિંહ સોલંકી તેમજ પ્રભાતસિંહ પરમાર સહિતનાઓએ ઉપરોકત સ્થળ ઉપર દરોડો પાડી વિજયને પકડી પાડયો હતો અને ગોંડલ સીપીઆઇ કે.એન. રામાનુજજન ના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સીપીઆઇ દ્વારા સગીરાને મેડીકલ ચેકઅપ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. આરોપી વિરૂધ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નવ માસ પહેલા અપહરણની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

(12:01 pm IST)