Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ભાણવડ : પાકવિમા પ્રશ્ને આવેદન

ભાણવડ : કિશાન એકતા સમિતિના નેજા હેઠળ ભાણવડમાં ખેડૂતોએ મામલતદાર મારફત વડાપ્રધાનને સંબોધીને સમગ્ર દેવભૂમી દ્વારકા જિલ્લામાં લીલો દુષ્કાળ ઘોષીત કરીને સો ટકા પાક વિમો તેમજ બિન વિમાવાળા ખેડૂતો માટે સરકાર તાત્કાલીક ખાસ પેકેજ જાહેર કરી એ મુજબની માંગ કરાઇ છે. કિશાન એકતા સમિતિ જિલ્લાના પ્રમુખ રમેશ ગોવાભાઇ મારૂની આગેવાનીમાં આજે ભાણવડ મામલતદાર મારફત વડાપ્રધાનને આપેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, આ વખતના ચોમાસામાં પડેલ વરસાદના આકડાને આધારે સમગ્ર જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત અને લીલા દુષ્કાળ તરીકે જાહેર કરે. આ વખતે છેક દિવાળી સુધી કમોસમી વરસાદ ચાલુ રહેતા જગતનો તાત પાયમાલ થઇ ગયો છે અને રોડ પર આવી ગયો હોઇ તાત્કાલીક સો ટકા પાક વિમો ચુકવવા વિમા કંપનીને આદેશ કરવામાં આવે અને પાક વિમો ન લીધેલ હોય તેવા પાયમાલ થઇ ગયેલ ખેડૂતો માટે સરકાર ખાસ પેકેજ જાહેર કરી વળતર ચુકવે તેવી માંગણી કરી છે. આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તે તસ્વીર.

(12:00 pm IST)