Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

હળવદના કોયબા ગામે તેજસ્વી તારલાઓનું સન્માન સાથે શૈક્ષણિક સેમીનાર સંપન્ન

હળવદ તા.૧૩ :  તાલુકાના કોયબા ગામે જય ભીમ કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી તારલાઓનું સામાજિક સન્માન અને શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનુ.જાતિ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકાના નવા કોયબા ગામે આજે શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન જય ભીમ કેરિયર એકેડમી દ્વારા કરાયું હતું. આ પ્રસંગે મુકેશભાઈ પી. મકવાણા તેમજ સમાજના આગેવાનો અને રાજકીય અગ્રણીઓના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ હળવદ તાલુકાના અનુ.જાતિના વિવિધ ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતુ. આ તકે મહર્ષિ ગુરૂકુળના એમ.ડી. રજનીભાઈ સંદ્યાણી, વી.કે. મકવાણા, નગર પાલિકા વિરોધપક્ષ ના નેતા દિનેશભાઈ મકવાણા,ઙ્ગ તક્ષશિલાના મહેશભાઈ પટેલ, કમલેશભાઈ દઢાણીયા, હરેશભાઈ પરમાર, વિજયભાઈ છાસીયા, એન્જીનીયર પરમાર સહિત સામાજિક અગ્રણીઓ તેમજ રાજકીય મહાનુભાવો શૈક્ષણિક સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રભાઈ સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:59 am IST)