Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ભાવનગરના નારી ગામ પાસે દંપતિને આંતરીને છરીની અણીએ રોકડ દસ્તાવેજની લૂંટ

 ભાવનગર, તા. ૧૩ : ભાવનગર નજીક નારી ગામે રહેતા વિપુલભાઇ ભીમજીભાઇ ડોંડા તેના પતિ સાથે બાઇક ઉપર ભાવનગર આવી રહ્યા હતાં ત્યારે નારીથી થોડે દૂર નાળા નજીક પહોંચ્યા ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને આંતરી છરી અને લાકડી બતાવી ધાક-ધમકી આપી ખીસ્સામાં રહેલા રોકડા રૂ. ૭ હજારઅને જરૂરી દસ્તાવેજોની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. આ અંગે વિપુલભાઇએ વરતેજ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી જતા મોત

ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં શિવપુજન પંડીત ભૈયા ઉવ.પપ ને ઝેરી દવા પીધેલ હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલ જયાં તેનું મોત નિપજયું હતું.

(11:59 am IST)